ગુજરાત

gujarat

ETV Bharat / city

કમલેશ તિવારી હત્યાકાંડમાં નવો ઘટસ્ફોટ, ફરાર આરોપી અસફાકે હત્યાના ષડયંત્ર માટે ફેક આધારકાર્ડથી FB પર એકાઉન્ટ બનાવ્યું - Surat news

સુરત: કમલેશ તિવારી હત્યાકાંડના ત્રણ આરોપીઓની ધરપકડ થઈ છે જ્યારે ફરાર આરોપી અસફાખે પોતાના ફાર્મા કંપનીના કર્મચારીના આધાર કાર્ડ સાથે ચેડા કરી પોતાની તસવીર લગાવી હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ આધાર કાર્ડનો ઉપયોગ તે કમલેશ તિવારીની હત્યા કર્યા બાદ વાપરવાનો હતો. જેથી તેની ઓળખ સાબિત ન થાય, પરંતુ જ્યારે તે હોટલમાં ગયો ત્યારે ઓળખપત્રની હાર્ડ કોપી માગવામાં આવતા તેને પોતાનુ સાચુ ઓળખ કાર્ડ આપ્યું હતું. એટલુ જ નહીં તેણે પોતાના સાથી કર્મચારીના નામે ફેસબુક ઉપર ફેક આઈડી પણ બનાવી હતી. જેમાં તે પોતાને હિન્દુ બતાવતો હતો અને આ ફેસબુક આઇડી થકી તે કમલેશ તિવારીની ગતિવિધિ ઉપર નજર રાખી રહ્યો હતો.

Murder case of Kamlesh Tivari

By

Published : Oct 21, 2019, 1:52 AM IST

કમલેશ તિવારી હત્યાકાંડના વોન્ટેડ આરોપીને લઈ આ સમગ્ર ઘટનાક્રમમાં એક મોટો ખુલાસો થયો છે કે, પોતાની ઓળખ હિન્દુ બતાવવા માટે પોતાના કંપનીના સાથી કર્મચારીના આધારકાર્ડ સાથે ચેડા કરી તેમાં ફોટો અને જન્મ તારીખ બદલી નાખ્યા હતા. અસફાક મુંબઈની એક ફાર્માસ્યુટિકલ કંપનીમાં મેનેજર તરીકે સુરતમાં ફરજ બજાવી રહ્યો હતો. તેની સાથે મેડિકલ રીપ્રેઝન્ટેટિવ તરીકે રોહિત સોલંકી નામનો યુવક નોકરી કરતો હતો. આજ રોહિત સોલંકીના આધાર કાર્ડની સાથે ચેડા કરી તેને પોતાનો ફોટો મૂકી દીધો અને જન્મતારીખ બદલી નાખેલો આધારકાર્ડ તેના મોબાઇલમાં હતું. જેને તે હોટલમાં બતાવવાનો પ્રયાસ પણ કર્યો, પરંતુ ત્યાં હોટેલ દ્વારા ઓળખપત્રની હાર્ડ કોપી માંગવામાં આવી હતી. જેને કારણે તેને પોતાનો ઓરીજીનલ આધારકાર્ડ આપવાની ફરજ પડી હતી.

કમલેશ તિવારી હત્યાકાંડમાં નવો ઘટસ્ફોટ

એટલું જ નહીં છેલ્લા દોઢ વર્ષથી રોહિત સોલંકી સાથે કામ કરી રહ્યો હતો. તેના જ નામે ફેસબુક ઉપર એક ફેક આઈડી પણ બનાવી દીધી હતી. જેમાં તે પોતાને કટ્ટર હિન્દુ સાબિત કરવા માંગતો હતો. જેથી કમલેશ તિવારી તેની ઉપર વિશ્વાસ મૂકે અને તેની સાથે વાત કરે એટલુ જ નહી તે આ ફેસબુક એકાઉન્ટ થકી કમલેશ તિવારીની ગતિવિધિઓ પર પણ નજર રાખી રહ્યો હતો. રોહિતને એ બાબતની પણ જાણ ન હતી કે અસફાકે એના આધારકાર્ડ ઉપર ફોટો ચોંટાડી અને જન્મ તારીખ બદલી ફેક આઇડી બનાવી હતી. સોમવારે રોહિત સુરતના વરાછા પોલીસ મથકમાં આ અંગે ફરિયાદ નોંધાવશે.

ABOUT THE AUTHOR

...view details