દેશમાં પ્રથમ વાર વૈજ્ઞાનિક ઢબે કચરા પર બગીચો તૈયાર - બગીચો તૈયાર
સુરતના કચરાનું રિસાયકલ કરી અનેક વસ્તુઓ અને ઉર્જા ઉતપન્ન કરવા અંગે વાત આપે અનેકવાર સાંભળી હશે. પરંતુ કચરા પર બગીચો બનાવવાની અજાયબી સુરત મહાનગર પાલિકાએ કરી બતાવી છે. સુરતમાં મોટા પ્રમાણમાં એકત્ર થતા કચરાને સાઈટ પર એકત્ર કરવામાં આવે છે. દેશમાં પ્રથમ વાર વૈજ્ઞાનિક ઢબે કચરા પર બગીચો તૈયાર કરવામાં આવ્યું છે.
સુરતઃ મહાનગર પાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલા બગીચો જોઈ લોકોને આ અન્ય બગીચાની જેમ સામાન્ય બગીચો જ લાગશે. પરંતુ આ બગીચાની ખૂબી સાંભળી તમે આશ્ચર્યમાં મુકાઈ જશો કારણે કે શહેરમાંથી ખજોદ ખાતે ઠલવાયેલ લાખો ટન કચરા પર બગીચો તૈયાર થયો છે. સુરત મહાનગર પાલિકાએ દેશનો પ્રથમ કચરા પર બગીચો તૈયાર કર્યો છે. કચરાના નિકાલની જગ્યાએ નવસાધ્ય કરી બગીચો બનાવવામાં આવ્યો છે. રૂપિયા 100 કરોડના ખર્ચે સમગ્ર કામગીરી પાર પડવામાં આવી. 6 લાખ 12 હજાર ચોરસ મીટર જગ્યામાં ધનકચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો અને બગીચો તૈયાર કરવામાં આવ્યો છે. સુરત ખજોદમાં 14 વર્ષ સુધી કચરો દાટવામાં આવ્યો તે જગ્યા પાલિકાએ નવસાધ્ય કરી બગીચો બનાવી દીધો છે. ખજોદમાં 30 હેકટર જગ્યામાં કચરાની ઉપર બગીચો વિકસાવવામાં આવ્યો છે.