- કોવિડ હોસ્પિટલમાં લઘુમતી સમાજનો મૃતદેહ અન્ય સમાજમાં આપી દેવાઇ
- હોસ્પિટલ દ્વારા મૃતદેહ માટે વારંવાર ધક્કા ખવડાવવામા આવ્યા હતા
- અન્ય સમાજને મૃતદેહ સોંપતા અગ્નિ સંસ્કાર પણ કરી દેવાયા હતા
સુરતઃ નવી સિવિલની કોવિડ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે કે, કોવિડ હોસ્પીટલ દ્વારા લઘુમતી સમાજનો મૃતદેહ અન્ય સમાજમાં આપી દેતા અને તે સમાજ દ્વારા તે મૃતદેહનો અગ્નિ સંસ્કાર પણ કરવામાં આવ્યો હતો. જ્યારે લઘુમતી સમાજ દ્વારા મૃતદેહ લેવા ગયા ત્યારે તેમને વારંવાર ધક્કા ખવડાવ્યા હતા. અંતે કોવિડ હોસ્પિટલ દ્વારા એમ કહેવામાં આવ્યું કે, તમારા પરિવારનો મૃતદેહ અન્ય સમાજને આપી દેવામાં આવ્યો છે અને તેના અગ્નિ સંસ્કાર પણ કરી દેવામાં આવ્યા છે. લઘુમતી સમાજના આગેવાનો દ્વારા સુરત નવી સિવિલની કોવિડ હોસ્પિટલ સામે ગંભીર આરોપો મૂકાયા છે.
ડોક્ટરે શબાનાને બીજી હોસ્પિટલમાં લઇ જવાની ના પાડી હતી
મૃતક શબાના મોહમ્મદ સલીમના ભાઈ આસિફ દ્વારા એમ કહેવામાં આવ્યું હતું કે, મારી નાની બહેનને અમે દવાખાને લઈને ગયા ત્યારે કોવિડ રેપિસ્ટ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. મારી બેહેનને કોરોના પોઝિટિવ આવતા સુરત નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી. 8 દિવસ સુધી ટ્રીટમેન્ટ ચાલી હતી. તે સમય દરમિયાન તેમની તબિયત ઘણી સારી હતી. 9માં દિવસે તેની જોડે 1 કલાક સુધી વિડિયો કોલ પર વાત કરી ત્યારે તેને મને કહ્યું હતું કે, મને અહિ ઘણું સારું છે પણ ગમતું નથી તો મને બીજે ક્યાંક લઇ જાવ ત્યારે મેં ડૉક્ટર અગ્રવાલને વાત કરી અને તેમના દ્વારા કહેવાયુ કે, બીજી જગ્યા પર લઈ જશો તો ત્યાં ફરીથી ટ્રીટમેન્ટ કરવામાં આવશે. તમે અહીં રહેવાદો બે-ત્રણ દિવસમાં સારું થઇ જશે. અમે તેમની વાત માની અને અહિ આવ્યા. અમને 5 વાગે ડૉક્ટરે ફોન કર્યો અને કીધુ તમારી બહેનનું અવસાન થયુ છે. અમને આશ્ચર્ય થયું કે 3 વાગે બહેન સાથે વાત થઇ એને બિસ્કિટ ખાવા માટે આપ્યા અને 5 વાગે એક્સપાયર થઇ ગઇ એમ કેવી રીતે બની શકે.
આ પણ વાંચોઃહિંમતનગર સ્મશાનગૃહમાં મૃતકોના PPE કીટ અને માસ્ક આડેધડ ફેંકાયેલી હાલતમાં મળ્યા