સુરત: ઇન્ડિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશન (Indian Weightlifting Federation) દ્વારા ઓરિસ્સાના ભુબનેશ્વરમાં નેશનલ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ (National Weightlifting Championships 2022)નું આયોજન કરવામાં આવ્યું છે. આ નેશનલ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ગુજરાતમાંથી માત્ર સુરતના 5 ખેલાડીઓનું (National Weightlifting Championships Gujarat Players) સિલેક્શન થતાં સુરતનું ગૌરવ વધ્યું છે. ઇન્ડિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશન દ્વારા ઓરિસ્સાના ભુબનેશ્વરમાં ખાતે નેશનલ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2022 (National Weightlifting Championships At Bhubaneswar)નું આયોજન કરવામાં આવ્યું છે. આ નેશનલ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 19થી 31 માર્ચ સુધી રમાડવામાં આવશે.
ગુજરાતમાંથી માત્ર સુરતના આ 5 ખેલાડીઓનું સિલેક્શન-નેશનલ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ગુજરાતમાંથી માત્ર સુરતના આ 5 ખેલાડીઓનું સિલેક્શન થતાં સુરતનું ગૌરવ વધ્યું છે. આ પાંચેય ખિલાડીઓ (Surat Gujarat Athletes)ની અલગ અલગ કેટેગરીમાં પસંદગી કરવામાં આવી છે. નિલેષ યાદવની 109 કિગ્રા કેટેગરીમાં, આયુષી ગજ્જરની 81 કિગ્રા કેટેગરીમાં, વિધા શર્માની 59 કિગ્રા કેટેગરીમાં, હેતવી લિંબાણીની 64 કિગ્રા કેટેગરીમાં અને પ્રિયા ગેહલોતની 71 કિગ્રા કેટેગરીમાં પસંદગી કરવામાં આવી છે. આ પાંચેય ખેલાડીઓ નેશનલ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.
આ પણ વાંચો:આયુષીએ માત્ર 17 વર્ષની વયે ગુજરાતમાં પ્રથમવાર વેઇટલિફ્ટિંગમાં રચ્યો ઇતિહાસ