સુરત : ગઈકાલે બુધવારેે સુરતમાં પુરુષ ટેબલ ટેનિસની ફાઈનલ (Table Tennis Finals) મેચ રમાઈ હતી. જેમાં દિલ્હી સામે ગુજરાતની ટીમે (national games Gujarat wins gold) શાનદાર જીત મેળવી છે. સુરતમાં સાંજે 6 વાગ્યાથી આ ફાઈનલ મેચની શરુઆત થઈ હતી. દિલ્હી અને ગુજરાત વચ્ચે રમાયેલી આ મેચમાં રોમાંચ તેના ચરમ હતો. ઈન્ડોર સ્ટેડિયમનો માહોલ જોવા જેવો હતો. ગુજરાતની ટીમે 3-0ના સ્કોરથી આ મેચ જીતી લીધી હતી. આવનારા સમયમાં ટેબલ ટેનિશ સિન્ગલ, ડબલ અને મિક્સ ડબલની મેચ પણ રમાશેે.
National Games: ટેબલ ટેનિસના ફાઇનલમાં ગુજરાતે જીત્યું ગોલ્ડ મેડલ ગુજરાતે દિલ્હીને 3-0 થી હરાવ્યું :36મી નેશનલ ગેમ્સમાં (36th National Games) ટેબલ ટેનિસના ફાઇનલમાં ગુજરાતના બોયસના ખિલાડીઓએ દિલ્હીને 3-0 થી હરાવી ગોલ્ડ મેડલ જીત્યો છે. આ પેહલા 2015 માં ગુજરાતની ટીમે સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો. આ મેચમાં ગુજરાતની ટીમ માંથી માનવ ઠક્કર મેચ રમી માનવે દિલ્હી ટીમના ખિલાડી સુધાંશુ ગ્રોવરને 11-3, 13-11, 14-12 થી હરાવ્યું હતપું. ત્યારબાદ આ મેચમાં હરમીત દેસાઈ મેચ રમ્યો એમાં હરમીત દેસાઈ એ દિલ્હી ટીમના પાયસ જૈન 11-7, 11-3, 12-10 થી હરાવ્યું હતું. અંતે આ મેચમાં માનુષ શાહ રમ્યો તેમણે દિલ્હીના યશાંશ મલિક ને 11- 4, 11-9, 11-4 થી હરાવ્યું અને ગુજરાતને ગોલ્ડ મેડલ મળ્યુ હતું.Conclusion:આ પહેલા 2015માં અમે સિલ્વર મેડલ જીત્યા હતા.
અમારી ટીમના ખેલાડીઓ ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે :ગુજરાત ટીમના ખેલાડી હરમિત દેસાઈએ જણાવ્યું હતું કે, આ 36મી નેશનલ ગેમ્સમાં ગુજરાતને પેહલો ગોલ્ડ મેડલ ટેબલ ટેનિસમાં મેળવ્યો છે. એ ખૂબ જ ખુશીની વાત છે. આ પહેલા 2015માં અમે સિલ્વર મેડલ જીત્યા હતા. એટલે કે આ ઇતિહાસ માટે મોટી વાત કહેવાય એમ કહી શકાય છે. દિલ્હીની ટીમને અમે હરાવ્યું તે પણ ખૂબ જ સ્ટ્રોંગ ટીમ છે. અમારી ટીમના ખેલાડીઓ ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે. અને આશા રાખીએ છીએ આગળ પણ ટેબલ ટેનિસમાં મેડલ મેળવીએ. આ મેચમાં જે રીતે માનવ ઠક્કરે જીત મેળવી ત્યારબાદ મારામાં આત્મવિશ્વાસ સુધી ગયો હતો. ત્યારબાદ મેં પાયસ જૈન ઉપર મારો દબાવ બનાવ્યું હતું. જેથી અમે ગોલ્ડ મેળવ્યો છીએ.
માનવ ઠક્કરે કહ્યું આ નેશનલ ગેમ્સ પહેલી વખત રમી રહ્યો છું :ગુજરાત ટીમના ખેલાડી માનવ ઠક્કરે જણાવ્યું હતું કે, મેં આ નેશનલ ગેમ્સ પહેલી વખત રમી રહ્યો છું. એ પણ હું મારાં હોમ ટાઉન સુરતમાં અને એમાં ગોલ્ડ મેડલ મેળવ્યું એ મારી માટે ખૂબ જ મોટી વાત છે. એ સાથે જ આવતીકાલથી અમારું સિંગલ અને ડબલ મેચ શરૂ થઈ રહી છે. એમાં પણ આશા રાખું છું કે, અમે આગળ વધીએ અને મેડલ્સ મેળવીએ. અમારી ટીમ પણ ખુબ જ મજબૂત છે.હવે અમે ત્રણ વૉલ્ડ ચેમ્પિયનશિપ માટે ચાઇના પણ જવાના છીએ.
માનુષ શાહે કહ્યું અમારી ટીમ ખૂબ જ મજબૂત છે :ગુજરાત ટીમના ખેલાડી માનુષ શાહે જણાવ્યું હતું કે, અમારી ટીમ ખૂબ જ મજબૂત છે. અને એમાં પણ માનવ અને હર્મિત એક્સપિરિયન્સ ક્લિયર છે.અને મને ત્રીજા નંબર ઉપર રમવું હતું. અને મને ફક્ત એક જ મેચ રમવાની હતી. અને મેં મારા ટીમ માટે આ કરી બતાવ્યું છે અને ગોલ્ડ મેડલ મેળવ્યો છે. આ મેચમાં સૌથી પહેલા જે પ્રકારે માનવ ઠક્કર અને હર્મીતએ સારું પ્રદર્શન કર્યું તે જ પ્રમાણે મેં પણ સારું પ્રદર્શન કર્યું અને ગુજરાતની ટીમને ગોલ્ડ મેડલ મળ્યું છે.