- સુમુલ ડેરીના બાજીપુરા કેટલફીડ ફેક્ટરીને એનર્જી સેવિંગની કામગીરી બદલ રાષ્ટ્રીય એવોર્ડ
- કેટલફીડ ફેક્ટરીની એનર્જી સેવિંગની સિસ્ટમ સમગ્ર દેશમાં નોંધપાત્ર પુરવાર થઇ
- 2021 માટે ડેરી ઇન્ડસ્ટ્રી સેક્ટરમાં ઘણી ડેરીઓ અને ફૂડ પ્રોસેસિંગ કંપનીઓએ ભાગ લીધો હતો
સુરત : ભારત સરકારના વિદેશ મંત્રાલય દ્વારા દર વર્ષે બ્યુરો ઓફ એફિઝિયનસી સેલ હેઠળ ઊર્જાક્ષેત્રે બચત કરવા માટે દેશની અલગ અલગ ક્ષેત્રની કંપનીઓને National Energy Conversation Award એવોર્ડ એનાયત કરવામાં આવે છે. જેમાં સુમુલ ડેરીના કેટલફીડ ફેક્ટરીની એનર્જી સેવિંગની સિસ્ટમ (Energy saving system of Bajipura Cattle Feed Factory) સમગ્ર દેશમાં નોંધપાત્ર પુરવાર થઇ છે. ભારત સરકારના વિદ્યુત મંત્રાલય દ્વારા દર વર્ષે બ્યુરો ઓફ એફિઝિયનસી સેલ હેઠળ ઊર્જાક્ષેત્રે બચત કરવા માટે દેશની અલગ અલગ ક્ષેત્રની કંપનીઓ પાસેથી અરજીઓ મંગાવવામાં આવી હતી. જે પૈકી સુરતની સુમુલ ડેરીને એનર્જી સેવિંગની કામગીરી બદલ પ્રથમ ક્રમાંકનો એવોર્ડ (National Energy Conversation Award 2021) એનાયત કરવામાં આવ્યો છે.
દિલ્હી ખાતે એનાયત થશે એવોર્ડ
કેન્દ્રીય ઊર્જાપ્રધાન આર. કે. સિંઘના હસ્તે તારીખ 14 ડિસેમ્બર 2021ના રોજ (National Energy Conversation Award 2021) વિજ્ઞાન ભવન નવી દિલ્હી ખાતે એનાયત કરવામાં આવશે. વર્ષ 2021 માટે ડેરી ઇન્ડસ્ટ્રી સેક્ટરમાં દેશમાંથી ઘણી ડેરીઓ અને ફૂડ પ્રોસેસિંગ કંપનીઓએ ભાગ લીધો હતો. જેમાં સુમુલ ડેરીએ બાજીપુરા કેટલફીડ ફેક્ટરી માટે (Energy saving system of Bajipura Cattle Feed Factory) પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.
11 લાખ પશુધનને ઉચ્ચ ગુણવત્તાનો પશુ આહાર મળી રહે છે