સુરતશહેરમાં આજથી ગ્લોબલ ટેક્સટાઈલ માર્કેટ ખાતે વાઈબ્રન્ટ વિવર્સ એક્સ્પો 2022નું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ વખતે અહીં વેલ્વેટ કાપડ (velvet saree new design 2022) પર ડિજિટલ પ્રિન્ટવાળી શાલ આકર્ષણનું કેન્દ્ર બની છે. આ શાલ માત્ર ડિજિટલ પ્રિન્ટ માટે નહીં, પરંતુ શાલમાં જે તસવીર પ્રિન્ટ કરવામાં આવી છે. આના કારણે ચર્ચાનું કેન્દ્ર પણ બની ગઈ છે. આ ડિજિટલ પ્રિન્ટ વેલ્વેટની શાલ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની માતાની (heeraben modi mother) તસ્વીર છે અને આ શોલ વેપારી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની માતાને ભેટ સ્વરૂપે (heeraben modi mother) આપશે.
મહિલા ઉદ્યોગપતિએ જણાવી વિશેષતા એક્સ્પોનો શુભારંભ શહેરમાં આજથી ત્રિદિવસીય વાઈબ્રન્ટ વિવર્સ એક્સપો 2022નું શુભારંભ થયો છે. વિવર્સ અને કાપડના વેપારીઓ માટે આ એક્સપોનું આયોજન (vibrant weavers expo 2022 gujarat) કરવામાં આવ્યું છે. તેમાં 126 જેટલા સ્ટોલ છે. આમાંથી એક સ્ટોલ હાલ ચર્ચાનું કેન્દ્ર છે. કારણ કે, પ્રથમ વખત એક એવી શાલ બનાવવામાં આવી છે. તેની ઉપર ડિજિટલ પ્રિન્ટ કરવામાં આવ્યું છે. સુરતની મહિલા ઉદ્યોગપતિ પૂજા જૈન દ્વારા ખાસ સોલ ડિઝાઈન કરવામાં આવી છે.
આ પણ વાંચોTalent of a handloom artist : નાગરાજુની કલાકારી, રેશમી સાડી પર રામાયણને ઉપસાવી
આ શાલ જૂદી છે બજારમાં મળતી અન્ય શાલ કરતા આ જૂદી છે. એ સંપૂર્ણપણે વેલ્વેટ કાપડ (velvet saree new design 2022) પર ડિઝાઈન કરવામાં આવી છે. આના કારણે લોકોને ઠંડીથી રાહત તો મળશે જ, પરંતુ સાથે સાથે ડિજિટલ પ્રિન્ટ પણ કરવામાં આવી છે. શાલમાં પ્રથમ વખત ડિજિટલ પ્રિન્ટ કરવામાં આવી છે. આત્મનિર્ભર ભારત કોન્સેપ્ટ ઉપર તૈયાર આ શાલ થકી પૂજા જૈન એક ખાસ સંદેશ પણ આપવા માગે છે.
મહિલા ઉદ્યોગપતિએ જણાવી વિશેષતા સંપૂર્ણ રીતે વેલ્વેટ કાપડ મહિલા ઉદ્યોગપતિ પૂજા જૈને (velvet saree new design 2022) આ અંગે જણાવ્યું હતું કે, વડાપ્રધાન બન્યા પછી પણ જે આદર નરેન્દ્ર મોદી પોતાની માતાને (heeraben modi mother) આપે છે. તે આજના યુવાનો માટે એક ઉદાહરણરૂપ છે. આ જ કારણ છે કે, યુવાઓને અમારી શાલ થકી સંદેશ આપવા માટે અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની માતાની (heeraben modi mother) ડિજિટલ પ્રિન્ટવાળી આ શાલ તૈયાર કરી છે. આ શાલ અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની માતાને ભેટ સ્વરૂપ આપીશું.
આ પણ વાંચોHar Ghar Tiranga: વેપારીએ તિરંગાની પ્રતિકૃતિના એક લાખ સાડીના બોક્સ બનાવ્યા, દરેક બોક્સમાં સાડી સાથે નિશુલ્ક તિરંગા
સાડી પર અનોખી ડિઝાઈન જોવા મળશેતો પૂજા જૈનના પતિ અને વેપારી આશિષ જૈને જણાવ્યું હતું કે, આ સંપૂર્ણરીતે વેલ્વેટ કાપડ પર (velvet saree new design 2022) તૈયાર કરવામાં આવી છે. તેની ઉપર ડિઝાઇન પણ જોવા મળશે અને અમને ગર્વ છે કે, અમારી આ શાલ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની માતાની (heeraben modi mother) તસવીર ડિજિટલ પ્રિન્ટ કરાવી છે. કારણ કે, તેઓ વેપારીઓને જે રીતે પ્રોત્સાહન આપી રહ્યા છે અને દેશની રક્ષા માટે તત્પર છે. આનાથી પ્રભાવિત થઈ અમે આ શાલ તૈયાર કરી છે.