ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતમાં લગ્ન પ્રસંગમાં નાચવા બાબતે ઝઘડો, બે ભાઈઓ પર હુમલો, 1નું મોત

સુરતઃ શહેરમાં લગ્ન પ્રસંગમાં નાચવા બાબતે થયેલો ઝગડો હત્યા સુધી પહોંચ્યો હતો. ઉગત ઝૂંપડપટ્ટીમાં લગ્ન પ્રસંગમાં બે ભાઈઓ પર ચપ્પુ વડે હુમલો થયો હતો. હુમલામાં એકનું મોત અને બીજા યુવકને પગમાં સામાન્ય ઈજા થઈ હતી. રાંદેર પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સુરતના રાંદેર વિસ્તારમાં એક અઠવાડિયામાં બીજી હત્યાનો બનાવ સામે આવ્યો છે.

ew

By

Published : Nov 19, 2019, 9:37 PM IST

સુરતના ઉગત ઝૂંપડપટ્ટીમાં લગ્ન પ્રસંગમાં નાચવા બાબતે થયેલા ઝઘડામાં બે ભાઈઓ પર ચપ્પુ વડે જીવલેણ હુમલો થયો હતો. જેમાં એક ભાઈનું મોત થયું છે. એસએમસી આવાસમાં રહેતા 19 વર્ષીય વિજય શ્રાવણ બોરકર મિત્ર આકાશની બહેનના ઉગત ઝૂપડપટ્ટીમાં લગ્ન હોવાથી સોમવારે રાત્રે રાસ-ગરબામાં ગયો હતો. જે દરમિયાન અન્ય યુવાનો સાથે નાચવા બાબતે ઝઘડો થયો હતો. રાસ ગરબામાં ધક્કામુક્કી બાદ વિજય અને તેના મોટા ભાઈ રવિ પર કેટલાક યુવાનોએ ચપ્પુ વડે હુમલો કર્યો હતો. જેમાં વિજયને છાતીમાં ચપ્પુ ઘૂસાડી દેતા વિજયનું મોત થયું હતું.

સુરતમાં લગ્ન પ્રસંગમાં નાચવા બાબતે ઝઘડો થતાં બે ભાઈઓ પર હુમલો

વિજયની હત્યા બાદ રાંદેર પોલીસે સમગ્ર મામલે હત્યા મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વિજય કાર સર્વિસમાં નોકરી કરતો હતો અને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. વિજયના મોત બાદ પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

ABOUT THE AUTHOR

...view details