ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતના પુણા વિસ્તારમાં યુવકની હત્યા, સમગ્ર ઘટના CCTVમાં કેદ - crime

સુરતના પુણા વિસ્તારમાં આવેલી ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીઝમાં એક કામદારની ઘાતકી હત્યા કરવામાં આવી છે. લોખંડના પાઈપથી અંદાજે 32 વખત હુમલો કરી યુવકને મોતને ઘાટ ઉતારી દેવામાં આવે છે. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઇ છે. જેથી પોલીસે CCTV ફૂટેજના આધારે આરોપીની ધરપકડ કરી છે.

ETV BHARAT
પુણા વિસ્તારમાં યુવકની હત્યા, સમગ્ર ઘટના CCTVમાં કેદ

By

Published : Dec 13, 2020, 3:36 PM IST

Updated : Dec 13, 2020, 4:19 PM IST

  • સુરત ફરી બન્યું લોહીયાળ
  • રવિવારે જાહેરમાં કરવામાં આવી યુવકની હત્યા
  • 2 દિવસ અગાઉ પણ કરાઈ હતી હત્યા

સુરતના પુણા વિસ્તારમાં ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે. અહીં કારખાનામાં રામ કુમાર નામનો યુવક નોકરી કરતો હતો. જેની રવિવારે સવારે હત્યા કરી દેવામાં આવી છે. ધર્મેન્દ્ર યાદવ નામના આરોપી દ્વારા તેના પર લોખંડના પાઈપ વડે અંદાજે 32 વખત હુમલો કરવામાં આવ્યો છે. જેથી રામ કુમારનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઇ હતી. જેથી પોલીસે CCTVના આધારે આરોપીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

સુરતના પુણા વિસ્તારમાં યુવકની હત્યા સમગ્ર ઘટના CCTVમાં કેદ

સમગ્ર ઘટના CCTVમાં કેદ

પુણા વિસ્તારમાં આવેલી ભાગ્યોદય ઈન્ડસ્ટ્રીઝમાં લુમ્સ અને એમ્બ્રોઈડરીના કારખાના પાછળ એક આરોપીએ યુવક પર હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. જેથી પોલીસે CCTVના આધારે આરોપીની ધરપકડ કરી છે.

સુરતમાં 2 દિવસમાં 2 હત્યાના બનાવોથી ચકચાર

ઉલ્લેખનીય છે કે, સુરતમાં 2 દિવસમાં 2 હત્યાની ઘટના સામે આવી છે. જેથી સમગ્ર શહેરમાં ચકચાક મચ્યો છે. આજે રવિવારની ઘટનામાં પોલીસને આરોપી સુધી પહોંચવામાં સફળતા મળી છે, પરંતુ 2 દિવસ અગાઉ અમરોલી વિસ્તારમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલવામાં પોલીસ હજુ સુધી નિષ્ફળ રહી છે.

Last Updated : Dec 13, 2020, 4:19 PM IST

ABOUT THE AUTHOR

...view details