સુરત : શહેરમાં પ્રેમ સંબંધ મામલે હત્યાની ઘટના સામે આવી છે. પોતાની પ્રમિકા માટે સુરત આવેલા પ્રેમીને યુવતિના બીજા પ્રેમીએ ચપ્પુ વડે હુમલો કરી હત્યા કરી હતી. આ બનાવ શહેરના પાંડેસરા વિસ્તારમાં બન્યો હતો. હાલ પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. મૃતક યુવાન પોતાની પ્રેમિકા માટે એક માસ પહેલા જ સુરત આવ્યો હતો.
ત્રિકોણીય પ્રેમ સંબંધ મામલે હત્યા, પહેલા પ્રેમીને છરીના ઘા ઝીંકી બીજા પ્રેમીએ મોતને ઘાટ ઉતાર્યો - ગુજરાત ક્રાઇમ રેટ
રાજ્યની માયાનગરી સુરતમાં ત્રિકોણીય પ્રેમ સંબંધમાં હત્યા થઈ છે. પ્રેમ પ્રકરણમાં યુવતિના એક પ્રેમીએ બીજા પ્રેમીને ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હોવાનો બનાવ પોલોસ ચોપડે નોંધાયો છે.
મળતી માહિતી મુજબ બ્રિજેશ રામનયન રાજભર એમ્બ્રોડરીના ખાતામાં હેલ્પર તરીકે કામ કરતો હતો. તે મૂળ યુપીના આઝમગઢનો રહેવાસી હતો અને એક મહિના પહેલા જ સુરત આવ્યો હતો. ત્યારે બ્રિજેશને કોઈ છોકરીને લઈ ચાલતા ઝઘડામાં રવિવારની રાત્રે ફોન પર હુમલાખોરો ધમકી આપી મળવા બોલાવતા હતા. જેને લઈ બ્રિજેશ કૈલાશ ચોકડી પર મળવા જતા જ તેની પર રોહિત નામના યુવક સહિત 20 લોકોનું ટોળું ચપ્પુ વડે ઘાતકી હુમલો કરી ભાગી ગયું હતું. ઇજાગ્રસ્ત બ્રિજેશને તાત્કાલિક સારવાર માટે 108ની મદદથી સિવિલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાંથી વધુ સારવાર માટે તેમને ખાનગી હૉસ્પિટલ લઈ ગયા હતા પરંતુ બ્રિજેશનું મોત નીપજ્યું હતું.