સુરતઃ ઉધના રેલવે યાર્ડમાં ગર્ભવતી મહિલાનો હત્યા કરાયેલી સ્થિતિમાં મૃતદેહ મળ્યો (Pregnant Woman Murder at Udhana Railway Yard) હતો. જોકે, પોલીસે આ ઘટનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. પોલીસ તપાસમાં મામી સાથે અનૈતિક સબંધમાં મામી ગર્ભવતી બનતા ભાણેજે જ હત્યા કરી હોવાનું (Murder in Surat) સામે આવ્યું હતું. ત્યારબાદ આરોપી બાળકીને રેલવે સ્ટેશન પર મૂકીને બિહાર ભાગી ગયો હતો. જોકે, પોલીસે આરોપીની બિહારથી ધરપકડ કરી છે.
આરોપી બાળકીને એકલી મૂકી ફરાર થઈ ગયો આ પણ વાંચો-Olpad Youth Murder: ઓલપાડ દીહેણ ગામે ધુળેટીના દિવસે થયેલ યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો
મહિલાનો મૃતદેહ 22 માર્ચે મળ્યો હતો - આ અંગે મળતી માહિતી અનુસાર, સુરતના ઉધના રેલવે યાર્ડ પાસે (Pregnant Woman Murder at Udhana Railway Yard) આવેલા 7 અને 8ના ટ્રેક વચ્ચે 22 માર્ચે એક મહિલાનો મૃતદેહ મળ્યો હતો. આ ઘટનાની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસની તપાસ કરતા મૃતક મહિલા ગર્ભવતી હોવાનું બહાર આવ્યું હતું. તેમ જ તેની હત્યા કરાયેલી સ્થિતિમાં મૃતદેહ અહીં ફેકવામાં (Murder in Surat) આવ્યો હતો.
આ પણ વાંચો-Murder in Ahmedabad: વિરાટનગરમાં એક જ પરિવારના 4 લોકોની હત્યા, તપાસમાં અમદાવાદ ક્રાઈમબ્રાન્ચ જોડાઈ
આરોપી બાળકીને એકલી મૂકી ફરાર થઈ ગયો - પોલીસે મૃતક મહિલા કોણ છે અને તેની હત્યા કોણે કરી તે દિશામાં તપાસ શરુ કરી હતી. પોલીસે ગુનાનો ભેદ ઉકેલવા સુરત, નવસારી, વાપી વલસાડ સહિતના અલગ અલગ સ્થળોના સીસીટીવી ફૂટેજ તપસ્યા હતા. આ તપાસ દરમિયાન મૃતક મહિલાની ઉધના રેલવે સ્ટેશને સતત 2 દિવસ એક અજાણ્યા ઈસમ તથા એક નાની બાળકી સાથે દેખાઈ હતી. એટલે પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન બાળકી મહિધરપુરા પોલીસ મથકની (Mahidharpura Police Station) હદમાં બિનવારસી હાલતમાં મળી આવી હતી. આરોપી બાળકીને એકલી મૂકી ફરાર થઈ ગયો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.
મૃતક મહિલા આરોપીની મામી-આ ઘટનામાં પોલીસે અલગ અલગ ટીમ બનાવી હતી. પોલીસને બાતમી મળી હતી કે, આરોપી બિહાર ભાગી ગયો હોવાથી પોલીસે એક ટીમ બિહાર ગઈ હતી. પોલીસ આરોપી લાલુકુમાર અજયકુમાર બિંદની ધરપકડ કરી સુરત લઈ આવી હતી. સુરતમાં પોલીસે તેની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, મૃતક મહિલા તેની મામી હતા. તેની મામી સાથે તેના અનૈતિક સબંધ હતા અને મામી ગર્ભવતી બનતા સમાજમાં તેનું નામ ખરાબ થવાના ભયથી તેની હત્યા કરી હતી અને 2 વર્ષની બાળકીને સુરત રેલવે સ્ટેશન (Pregnant Woman Murder at Udhana Railway Yard) બહાર છોડી પોતે ફરાર થઈ ગયો હતો.
બિહારના ગોરહીડા ગામેથી આરોપીની ધરપકડ -પોલીસે જણાવ્યું હતું કે, 19 માર્ચે સાંજના સમયે વલસાડ મેમુ ટ્રેન મારફતે ઉધના રેલવે સ્ટેશન પર એક પુરૂષ અને અઢી વર્ષની બાળકી સાથે આવે છે. આ ઉપરાંત બીજા દિવસે મોડી રાતે પણ તેઓ સ્ટેશન પર દેખાય છે. આમ, 2 વખત તેમની અવરજવર ઉધના રેલવે સ્ટેશન દેખાઈ હતી. 21 માર્ચે સીસીટીવી ફૂટેજમાં મહિલા અને પુરૂષ સાથે જતા દેખાયા હતા. ત્યારબાદ માત્ર પુરૂષ જ આવતો દેખાયો હતો. એટલે હત્યા પુરૂષે કરી હોવાની શંકા પ્રબળ બની હતી.
પોલીસે તપાસ્યા હતા સીસીટીવી -આ ઉપરાંત મહિધરપુરા પોલીસ સ્ટેશનની (Mahidharpura Police Station) હદમાં બાળકી મળી હતી. તે અંગે પણ સીસીટીવી ફૂટેજ તપસ્યા હતા. તેમાં આ જ પુરૂષ બાળકીને મૂકી ગયો હોવાનું બહાર આવ્યું હતું અને ત્યારબાદ તે ટ્રેનમાં બેસી ફરાર થતો દેખાયો હતોય આ ઘટના બાદ પોલીસે એક ટીમ બાતમીના આધારે બિહાર મોકલી હતી. બિહારના ગોરહીડા ગામેથી તેની ધરપકડ કરી હતી. પોલીસે વધુમાં જાણાવ્યું હતું કે, આરોપી સાથે પ્રેમ થઈ જતા મહિલાએ તેના પતિને છોડી દીધો હતો. તેનો પતિ પ્રોહિબિશનના ગુનામાં બિહારમાં જેલમાં બંધ છે.
'કાં તો તું મને સાથે રાખ કા તો મને મારી નાખ' -આરોપીએ પોલીસને જણાવ્યું હતું કે, તે કીમ, સંજાણમાં ફેક્ટરીઓમાં નોકરી કરતો હતો. મૃતક મહિલાનું નામ રિતા દેવી ઉર્ફે લક્ષ્મી સિયારામ ચૌધરી હતું. તે તેની મામી થતી હતી અને તેની સાથે અનૈતિક સબંધ હતા. મામી તેની સાથે સુરત આવી ગઈ હતી. મામી આરોપી સાથે જ રહેવાની જીદ કરતી હતી. સુરતમાં તેમનો ફરી એક વખત ઝઘડો થયો હતો અને મામીએ કહ્યું હતું કે, કાં તો તું મને સાથે રાખ કાં તો મને મારી નાખ. એટલે છેવટે આરોપી લાલુકુમાર અજયકુમાર બિંદે મહિલાને પેટમાં મુક્કો મારી હત્યા કરી હતી.