ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતમાં 3 હજાર રૂપિયાની લેતીદેતી મામલે યુવકની હત્યા - Surat police

સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં રવિવારે રાતે 3 હજાર રૂપિયાની લેતીદેતીમાં યુવકની હત્યા કરવામાં આવી હતી. આ મામલે પોલીસે હત્યારાને ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આરોપી
આરોપી

By

Published : Jan 12, 2021, 5:38 PM IST

  • સુરતમાં બની હત્યાની ઘટના
  • 3000ની મામૂલી રકમ માટે હત્યા
  • પોલીસે આરોપીની કરી ધરપકડ

સુરત: શહેરના ગોડાદરા વિસ્તારમાં રવિવારે રાતે 3 હજાર રૂપિયાની લેતીદેતીમાં યુવકની હત્યા કરવામાં આવી હતી. આ મામલે પોલીસે હત્યારાને ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઘટનાને લઈને પોલીસ દોડતી થઇ

સુરતમાં રવિવારે ત્રણ હત્યાના બનાવો બન્યા હતા. જેમાં સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલા કંઠી મહારાજના મંદિર પાસે સુરજ ઉર્ફે સુર્યા રમાશંકર ચૌધરીની ચપ્પુના ઘા ઝીકી હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાને લઈને પોલીસ દોડતી થઇ ગયી હતી અને સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ શરુ કરી હતી. જેમાં પોલીસે આ ઘટનામાં આરોપી સુર્યપ્રતાપ સીંગ ઉર્ફે ગોલુ દુર્ગાપ્રસાદ રાજપુતને ઝડપી પાડ્યો હતો.

રોષમાં આવી સુરજની હત્યા કરી

આરોપીના 3 હજાર રૂપિયા લેવાના બાકી નીકળતા હતા. જે બાબતે મારનારા સુરજ સાથે ઝગડો થયો હતો અને રોષમાં આવી સુરજની હત્યા કરી હતી. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details