સુરત :સુરત પોલીસને વર્ષોથી નાસતો ફરતો આરોપીને પકડવામાં સફળતા મળી છે. છેલ્લા 14 વર્ષથી હત્યાના ગુનામાં નાસતા ફરતા આરોપીને સુરત પોલીસે પકડી પાડ્યો છે. આરોપીને ઓરિસ્સાના ગંજામ જિલ્લા ખાતેથી DCB પોલીસે ઝડપી પાડ્યો હતો. આ આરોપી વિરુદ્ધ ઉધના (Assassins in Surat) પોલીસ મથકમાં હત્યાનો ગુનો નોંધાયો હતો.
આ પણ વાંચો :Surat murder case: પત્નીએ પતિની હત્યા કરી હોવાનો આક્ષેપ, સમગ્ર ઘટના CCTVમાં કેદ
અગાઉના ઝઘડાની માથાકૂટ - DCB પોલીસે બાતમીના આધારે ઓરિસ્સાના ગંજામ જિલ્લા ખાતેથી આરોપી જુલ્લો ઉર્ફે મીટટુ સુરેન્દ્ર શાહુને ઝડપી પાડ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે, 2008માં ઉધના સોનલ ઇન્ડસ્ટ્રીઝમાં પ્રભાત ગૌડ નામના કારીગરની અગાઉના ઝઘડાની અદાવતમાં સુશાંત ઉર્ફે કાલીયા શાહુ, બેન્ગો ઉર્ફે બલરામ શાહુ, કાલીયા ઉર્ફે ગુંગા શાહુ, જુલ્લો શાહુ તથા સુરેશ દાસ નામના લોકો હતા. જેમને લોખંડના પાઈપ, ફટકા વડે હુમલો કરી તેની હત્યા નિપજાવી હતી. આ મામલે (Murder Case in Surat) ઉધના પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.
આ પણ વાંચો :સેવાભાવી પત્નીએ પ્રેમીને પામવા પતિની હત્યા કરી પુરાવા કર્યા સાફ
આરોપીઓ પોલીસથી બચવા ફરતા - તેમજ બીજા કોઈ આરોપી આજદિન સુધી પકડાયા નથી. આ ગુનામાં સુશાંત ઉર્ફે કાલીયા ગોપીનાથ શાહુને પોલીસે ઝડપી પાડ્યો હતો. આરોપીઓ પોલીસથી (Surat Crime Case) બચવા નાસતો ફર્યા કરે છે. જે આરોપી પૈકી ઓરિસ્સાના ગંજામ જિલ્લા (Surat murder crime case) ખાતેથી આરોપી જુલ્લો ઉર્ફે મીટટુ સુરેન્દ્ર શાહુને ઝડપી પાડ્યો હતો.