સુરતદરેક તહેવારની ભવ્ય ઉજવણી થાય છે. આ ઉપરાંત આગામી સમયમાં ચંદની પડવાનો (Ghari Samples in Surat) તહેવાર આવી રહ્યો છે. ચંદી પડવાના તહેવાર નિમિતે સુરતીઓ કરોડો રૂપિયાની ઘારી અને ભૂસું આરોગી જતા હોય છે. ત્યારે આ તહેવાર દરમિયાન લોકોને આરોગ્યપ્રદ ઘારી અને ભૂસુ મળે તે માટે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે શહેરમાં મીઠાઈ અને ઘારીનું વેચાણ કરતી સંસ્થાઓમાં આજે દરોડા પાડ્યા હતા. (Ghari Varieties 2022)
ચંદની પડવા પહેલા આરોગ્ય વિભાગે ઘારીના સેમ્પલ લીઘા
સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે શહેરમાં (Ghari shop in Surat) મીઠાઈ અને ઘારીનું વેચાણ કરતી સંસ્થાઓમાં દરોડા પાડ્યા હતા. જેમાં શહેરમાં 14 સ્થળોએ માવા મીઠાઈના (Ghari Samples in Surat) સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરી હતી (Surat Chandi Padvo Festival)
શહેરમાં 14 સ્થળોએ સેમ્પલ સુરતચંદની પડવાની ઉજવણી પહેલા ઘારીનું વેચાણ શરૂ થઈ ગયું છે. ઘારીની ગુણવત્તા (raids Ghari shop in Surat) ચકાસવા માટે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે સેમ્પલ લેવાનું શરૂ કર્યું છે. મીઠાઈની વિવિધ દુકાનો પરથી ઘારીના સેમ્પલ લઇ લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યા છે. શહેરમાં 14 સ્થળોએ માવા મીઠાઈના સેમ્પલ લેવાની (ghari making Method) કામગીરી હાથ ધરી હતી.
કાર્યવાહી કરવામાં આવશેદરેક ઝોનમાં જુદી જુદી ટીમ બનાવીને ઘારીના સેમ્પલ લેવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગે ઘારીના સેમ્પલ લઈને ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. સેમ્પલની ચકાસણી બાદ જો કોઈ સેમ્પલ ચકાસણીમાં નિષ્ફળ જશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, સુરત બહાર રહેતા સંબંધીઓને ઘારી મોકલવા ગ્રાહકો (Ghari in Surat) દ્વારા ખરીદી શરૂ કરી દેવામાં આવી છે. 600થી લઈ 1200 રૂપિયા સુધીની અલગ અકાગ ફ્લેવરની ઘારીઓ તૈયાર કરવામાં આવી છે. જે સ્વાદરસિયા સુરતીલાલાઓ ખરીદી કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે લોકોની આરોગ્યને ધ્યાનમાં લઈને તંત્ર દ્વારા કામગીરી શરૂ કરી છે. (Surat Chandi Padvo Festival)