ગુજરાત

gujarat

ETV Bharat / city

મુંબઈ જેમ્સ એન્ડ જ્વેલરી દ્વારા સુરતના રત્નકલાકારોને અનાજની કિટનું વિતરણ કરાયું - મુંબઈ જેમ્સ એન્ડ જ્વેલરી

સુરતઃ લૉકડાઉનના કારણે રોજગાર ગુમાવનાર અને આર્થિક સંકડામણનો સામનો કરી રહેલા 1 હજારથી વધુ રત્ન કલાકારોને અનાજની કિટનું વિતરણ કરવામાં આવ્યું છે. મુંબઈ જેમ્સ એન્ડ જ્વેલરી 1 મહિના સુધી ચાલે તેટલું અનાજ પહોંચાડી રહી છે.

મુંબઈ જેમ્સ એન્ડ જ્વેલરીએ સુરતના રત્ન કલાકારોને અનાજની કિટ પહોંચાડી
મુંબઈ જેમ્સ એન્ડ જ્વેલરીએ સુરતના રત્ન કલાકારોને અનાજની કિટ પહોંચાડી

By

Published : Sep 12, 2020, 8:08 PM IST

સુરતઃ શહેરમાં રહેતાં રત્ન કલાકારોએ નોકરી ગુમાવી દેતાં તેઓની હાલત કફોડી બની છે. લૉકડાઉનની વિપરિત અસર પડતાં ઘણાં રત્ન કલાકારોની નોકરીથી હાથ ધોવાનો વારો આવ્યો હતો. મુંબઈ જેમ્સ એન્ડ જ્વેલરી હવે આવા રત્ન કલાકારોની પડખે ઊભું રહી મદદ કરી રહ્યું છે. તેમણે નોકરી ગુમાવનારા રત્ન કલાકારોની માહિતી એકત્રિત કરી તેમને 1 મહિનો ચાલે તેટલા અનાજની કિટ પહોંચાડવાનું કામ કર્યું હતું. સુરતના પૂણા ગામ ખાતે આવેલી દરજી સમાજની વાડીમાં અનાજની કિટ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

મુંબઈ જેમ્સ એન્ડ જ્વેલરીએ સુરતના રત્ન કલાકારોને અનાજની કિટ પહોંચાડી

ABOUT THE AUTHOR

...view details