ગુજરાત

gujarat

ETV Bharat / city

મોહન ડેલકરના પુત્રએ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલની મુલાકાત લીધી

દાદરાનગર હવેલીના સાંસદ મોહન ડેલકરની આત્મહત્યાની નિષ્પક્ષ તપાસ કરાવવા માટે પુત્ર અભિનવે સમર્થકો સાથે સુરત ખાતે ગુજરાત ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલની મુલાકત કરીને રજૂઆત કરી હતી. જોકે પ્રફુલ પટેલ પર આક્ષેપ મામલે ચર્ચા સાથે ન્યાય મળે તેવી રજૂઆત કરતા પ્રદેશ પ્રમુખે અભિનવને આશ્વાસન આપ્યું હતું.

સાંસદ મોહન ડેલકરની આત્મહત્યા મામલોઃ નિષ્પક્ષ તપાસ થાય તે માટે તેમના પુત્રએ સી. આર. પાટીલ સાથે મુલાકાત કરી
સાંસદ મોહન ડેલકરની આત્મહત્યા મામલોઃ નિષ્પક્ષ તપાસ થાય તે માટે તેમના પુત્રએ સી. આર. પાટીલ સાથે મુલાકાત કરી

By

Published : Mar 8, 2021, 3:25 PM IST

Updated : Mar 8, 2021, 6:41 PM IST

  • અભિનવ ડેલકરે પિતાની આત્મહત્યા મામલે નિષ્પક્ષ તપાસની માંગ કરી
  • ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું
  • મુંબઈના મરીન ડ્રાઈવની એક હોટલમાં ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી હતી

સુરતઃમોહન ડેલકરે મુંબઈના મરીન ડ્રાઈવની એક હોટલમાં ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી હતી. રૂમમાંથી 15 પાનામાં લખેલી સ્યૂસાઈડ નોટ પણ મળી આવી હતી. આ સ્યૂસાઇડ નોટમાં તેમના મૃત્યુ માટે જવાબદાર લોકોના નામ પણ લખ્યા હોવાનું બહાર આવ્યું છે. આ અંગે અભિનવ ડેલકરે આત્મહત્યા મામલે કેન્દ્ર સરકારની સાથે મહારાષ્ટ્ર સરકારને પણ રજૂઆત કરી મોહન ડેલકરના મોત મામલે જવાબદાર તમામ આરોપીઓની સામે તાત્કાલિક પગલાં ભરવામાં આવે અને ધરપકડ કરી તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.

આ પણ વાંચોઃમોહન ડેલકરને આત્મહત્યાની દુષ્પ્રેરણા આપનારાઓ સામે હત્યાની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવે: શંકરસિંહ વાઘેલા

દાદરાનગર હવેલી અને દમણના પ્રશાસન પર ગંભીર આક્ષેપો કર્યા હતા

દાદરાનગર હવેલીના સાંસદ મોહન ડેલકરના આત્મહત્યાની નિષ્પક્ષ તપાસ કરાવવા માટે પુત્ર અભિનવે સમર્થકો સાથે સુરત ખાતે ગુજરાત ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલને રજૂઆત કરી હતી. આ દરમિયાન પુત્ર અભિનવ દ્વારા જણાવવામાં આવ્યું કે દાદરાનગર હવેલી અને દમણના પ્રશાસન પર ગંભીર આક્ષેપો કર્યા હતા અને જવાબદાર લોકોને તાત્કાલિક તેમના પદ પરથી હટાવામાં આવે તેવી માંગ પણ કરી હતી.

આ પણ વાંચોઃસાંસદ મોહન ડેલકર આત્મહત્યા કેસ: યોગ્ય તપાસ અને પ્રશાસક પ્રફુલ હટાવવાની માગ

સી. આર. પાટીલે ન્યાય માટે બાહેંધરી આપી

અભિનવે ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ સાથે મુલાકાત બાદ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે તેમણે પ્રદેશ પ્રમુખ સાથે બધી વાત કરી છે. તેમણે એમ પણ કહ્યું કે આ મામલો અહીં સુધી પહોંચી જશે તેનો ખ્યાલ નહોતો. તેમના પિતાના આત્મહત્યાના મામલે મુંબઈ પોલીસ હાલ તપાસ કરી રહી છે. આ તપાસ નિષ્પપક્ષ થાય અને તેમના પિતાને ન્યાય મળે તેવી પ્રદેશ પ્રમુખ દ્વારા તેમને બાહેંધરી આપવામાં આવી છે.

રાજકીય પાર્ટોઓ દ્વારા મોહન ડેલકરના પરિવારની મુલાકાત લીધી હતી

શિવસેના, કોંગ્રેસ-એનસીપી અને આમ આદમી પાર્ટીના અગ્રણી નેતાઓએ મોહન ડેલકરના પરિવારની મુલાકાત લીધી હતી. મોહન ડેલકરને શ્રદ્ધાંજલી પાઠવી તેમના પરિવારને તમામ સહયોગની ખાતરી આપી હતી. સાથે અનેક રાજકીય પાર્ટીઓ દ્વારા મોહન ડેલકરના મૃત્યુ મામલે ઊંડાણપૂર્વક અને તાત્કાલિક તપાસ કરવામાં આવે અને આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ પણ કરી હતી. હવે ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન શંકરસિંહ વાઘેલાએ મોહન ડેલકરના પરિવારની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે મોહન ડેલકરને શ્રદ્ધાંજલી પાઠવી હતી.

Last Updated : Mar 8, 2021, 6:41 PM IST

ABOUT THE AUTHOR

...view details