ગુજરાત

gujarat

ETV Bharat / city

સાંસદ સી.આર. પાટીલ રાજસ્થાનના CM પર પ્રહાર, જાણો શું કહ્યું? - The state government of Gujarat waived the toll tax

સાંસદ સી. આર. પાટીલે રાજસ્થાનના મુખ્યપ્રધાન ગહેલોત પર નિશાન સાધ્યું છે. ગેહલોત સરકાર પોતાના રાજસ્થાનના નાગરિકોને બોલાવવા માટે પરવાનગી આપી રહ્યાં નથી અને રાજકારણ કરી રહ્યાં છે.

સાંસદ સી.આર. પાટીલે રાજસ્થાનના મુખ્યપ્રધાન ગહેલોત પર નિશાન સાધ્યું
સાંસદ સી.આર. પાટીલે રાજસ્થાનના મુખ્યપ્રધાન ગહેલોત પર નિશાન સાધ્યું

By

Published : Apr 27, 2020, 11:33 PM IST

સુરતઃ શહેરમાં રહેતા હજારોની સંખ્યામાં રાજસ્થાન સમાજના લોકોમાંથી અનેક લોકો લોકડાઉનમાં પોતાના વતન જવા ઇચ્છે છે, પરંતુ અત્યાર સુધી રાજસ્થાન સરકારે પોતાના નાગરિકોને પરત બોલાવવાની તૈયારી બતાવી નથી.

સાંસદ સી.આર. પાટીલે રાજસ્થાનના મુખ્યપ્રધાન ગહેલોત પર નિશાન સાધ્યું

આ વચ્ચે નવસારીના સાંસદ સી. આર. પાટીલે રાજસ્થાનનાં મુખ્યપ્રધાન અશોક ગેહલોત પર નિશાન સાધ્યું છે. તેઓએ જણાવ્યું છે કે, ગેહલોત સરકાર પોતાના રાજસ્થાનના નાગરિકોને બોલાવવા માટે પરવાનગી આપી રહ્યાં નથી અને રાજકારણ કરી રહ્યાં છે.

સાંસદ સી. આર. પાટીલે રાજસ્થાનના મુખ્યપ્રધાન ગહેલોત પર નિશાન સાધ્યું છે. પાટીલે કહ્યું છે કે, આવા સમયે પોલિટિક્સ બંધ કરે રાજસ્થાન સરકારે કોઈ પણ પ્રકારની પરમિશન હજી સુધી આપી નથી. સુરતમાં લાખોની સંખ્યામાં રાજસ્થાની લોકો વસવાટ છે.

સાંસદ સી.આર. પાટીલે રાજસ્થાનના મુખ્યપ્રધાન ગહેલોત પર નિશાન સાધ્યું

જ્યાં સાંસદે લેખિતમાં મજૂરી આપવા જણાવ્યું હતું. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, રાજસ્થાનના અધિકારીએ એક પરિપત્રમાં જણાવ્યું છે કે, તેઓ ગુજરાતમાં રહેતા રાજસ્થાન સમાજના લોકોને રાજ્યમાં આવવાની પરવાનગી આપશે નહીં. જ્યારે બીજી બાજુ ગુજરાતની રાજ્ય સરકારે ટોલ ટેક્સમાં માફી આપી તમામને તેમના વતન જવા માટે સરળતા કરી દીધી છે. આવા સમયે રાજસ્થાન સરકારને રાજકારણ નહીં કરવું જોઈએ.

ABOUT THE AUTHOR

...view details