"જનનીની જોડ સખી નહીં જડે રે લોલ" આ કહેવત તો તમે સાંભળી જ હશે. મધર્સ ડેના પ્રસંગે સમગ્ર દેશમાં આ પ્રસંગને લઈ અનેકવિધ કાર્યક્રમો પણ કરવામાં આવી રહ્યા છે. કાર્યક્રમો થકી એક મહિલા માતા પ્રત્યે પોતાની જવાબદારીઓ કઈ રીતે પુરી કરે છે તેના પર સૌથી ખાસ ભાર આપવામાં આવી રહ્યો છે. ત્યારે આ પ્રસંગ થી સુરતની કોલેજો પણ બાકાત નથી. સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલા સ્ટર્સ કોલેજમાં મધર્સ ડે નિમિતે અનોખી ઉજવણી કરવામાં આવી રહી છે. મધર્સ ડે નિમિતે કોલેજની યુવતીઓ અને યુવાઓએ કેટવોક કરી માતા પ્રત્યે પોતાની લાગણી વ્યક્ત કરી હતી.
સમાજમાં એક મહિલા માતા તરીકે પોતાની ભૂમિકા કઈ રીતે અદા કરે છે તેનો સંદેશો સમાજના લોકોમાં પોહચાડવા માટે કોલેજ ના વિદ્યાર્થીઓ દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો હતો. કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં યુવાઓ અને યુવતીઓ અલગ અલગ વેશભૂષામાં જોવા મળ્યા હતા. ભારતીય પરંપરા અનુસાર આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ જ્ઞાતિ મુજબ અલગ અલગ વેશભૂષામાં કેટવોક કરતા જોવા મળ્યા હતા.