ગુજરાત

gujarat

ETV Bharat / city

10 હજાર કિલો અફીણના કેસમાં મોસ્ટ વોન્ટેડ આરોપી ભગવતી પ્રસાદ સુરતથી ઝડપાયો - સુરતથી મોસ્ટ વોન્ટેડ આરોપી ઝડપાયો

સુરત SOG (Special Operations Group)એ સુરતથી મોસ્ટ વોન્ટેડ આરોપી (Most Wanted Accused) ભગવતી પ્રસાદની ધરપકડ કરી છે. ભગવતી પ્રસાદ પર રાજસ્થાનમાં અલગ-અલગ 4 ગુનામાં વોન્ટેડ હતો. રાજસ્થાન પોલીસ ઘણા સમયથી તેની શોધ કરી રહી હતી. સુરત પુત્રના લગ્ની ખરીદી માટે આવતા SOGએ ભગવતીને ઝડપીને રાજસ્થાન પોલીસને હવાલે કર્યો હતો.

10 હજાર કિલો અફીણના કેસમાં મોસ્ટ વોન્ટેડ આરોપી ભગવતી પ્રસાદ સુરતથી ઝડપાયો
10 હજાર કિલો અફીણના કેસમાં મોસ્ટ વોન્ટેડ આરોપી ભગવતી પ્રસાદ સુરતથી ઝડપાયો

By

Published : Nov 10, 2021, 4:15 PM IST

Updated : Nov 10, 2021, 5:25 PM IST

  • ભગવતી નાર્કોટિક્સ તથા હત્યાના પ્રયાસના કેસમાં મોસ્ટ વોન્ટેડ આરોપી
  • અલગ-અલગ 4 ગુનામાં રાજસ્થાન પોલીસ શોધી રહી હતી
  • સુરત SOGએ ઝડપી પાડી રાજસ્થાન પોલીસને હવાલે કર્યો

સુરત: રાજસ્થાન (Rajasthan)ના ચિત્તોડગઢ, જેસલમેર તથા કોટા જિલ્લાઓના અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલ નાર્કોટિક્સ (Narcotics)ના તથા ખુનના પ્રયત્નના ગુનામાં નાસતો ફરતો અને 10,000 કિલો અફીણના કેસમાં મોસ્ટ વોન્ટેડ આરોપી ભગવતી પ્રસાદ (Most Wanted Accused Bhagvati Prasad)ને સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ઝડપી પાડી રાજસ્થાન પોલીસને હવાલે કર્યો છે. સુરત પોલીસની આ મોટી સફળતા છે.

10 હજાર કિલો અફીણના કેસમાં મોસ્ટ વોન્ટેડ આરોપી ભગવતી પ્રસાદ સુરતથી ઝડપાયો

રાજસ્થાનથી સુરતમાં ડ્રગ્સ મોકલવામાં આવ્યું

સુરત પોલીસ કમિશ્નર અજય તોમરે જણાવ્યું હતું કે અગાઉ મુંબઇ તરફથી ડ્રગ્સ સુરત આવતું હતું પરંતુ કડક નિયમ પાલનના કારણે મુંબઇથી રાજસ્થાન અને ત્યાંથી સુરતમાં ડ્રગ્સ મોકલવામાં આવતું હતું. આરોપી જૈમીન સવાણીને લોકડાઉન દરમિયાન ડ્રગ્સની લત લાગી હતી.

રાજસ્થાનમાં અલગ-અલગ 4 ગુનામાં વોન્ટેડ

10,000 કિલો અફીણના કેસમાં મોસ્ટ વોન્ટેડ આરોપી ભગવતી પ્રસાદને રાજસ્થાન પોલીસ શોધી રહી હતી. સુરત પોલીસે આરોપી ભગવતીની ધરપકડ કરી લીધી છે. આરોપી ભગવતી રાજસ્થાનમાં અલગ-અલગ 4 ગુનામાં વોન્ટેડ હતો. તે અફીણની દેશભરમાં સપ્લાય કરતો હતો. આરોપી ભગવતી રાજસ્થાનનો મોસ્ટ વોન્ટેડ ડ્રગ્સ માફિયા છે. સુરત SOGને જાણકારી મળી હતી કે તે રેલવે મારફતે સુરત ખાતે આવી રહ્યો છે, જેથી આ આરોપીને તાત્કાલિક ઝડપી પાડવા માટે સુરત શહેર SOGએ રેલવે સ્ટેશન પહોંચી તેની ધરપકડ કરી હતી. રાજસ્થાન રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં નોંધાયેલા નાર્કોટિક્સના તેમજ અન્ય ગુનાઓમાં નાસતા ફરતા મોસ્ટ વોન્ટેડ ડ્રગ્સ માફિયાને રાજસ્થાન પોલીસ શોધી રહી હતી.

લગ્નની ખરીદી કરવા માટે સુરત ખાતે આવ્યો હોવાની કબુલાત

આ અંગે પોલીસ કમિશ્નર અજય કુમારે જણાવ્યું હતું કે, આરોપી ભગવતી ડ્રગ્સ કેસમાં મોસ્ટ વોન્ટેડ આરોપી છે. બીએડનો અભ્યાસ કરતો હતો, પરંતુ પરીક્ષા આપી નથી. આરોપીની પૂછપરછ કરતા આરોપીએ જણાવ્યું હતું કે, પોતે સરકારી ઠેકા મેળવી 2002થી 2015 સુધી અફીણ ડોડાનો ભૂકો (પોપી સ્ટ્રો પાવડર)ની ખરીદ કરી નાના વેપારીઓને વેચાણ કરતો હતો, પરંતુ 2015થી સરકારે ઠેકા ઉપર પ્રતિબંધ મુકી દેતા પોતે ચોરી-છૂપીથી અફીણ ડોડાનો ભૂકો મંગાવતો હોવાની કબુલાત કરી છે. આરોપી ભગવતી વિરુદ્ધ રાજસ્થાનમાં ચિત્તોડગઢ, જેસલમેર તથા કોટા જિલ્લાઓમાં નાર્કોટિક્સના ગુનાઓ દાખલ થયા હતા અને રાજસ્થાન પોલીસ તેને શોધતી હતી. આ કારણે તે પોલીસથી બચવા ભાગતો ફરતો હતો. પોતાના પુત્રના લગ્ન હોવાના કારણે તે લગ્નની ખરીદી કરવા માટે સુરત આવ્યો હોવાની કબૂલાત કરી છે.

આરોપીનો ગુનાહીત ઇતિહાસ

ચિત્તોડગઢ જિલ્લાના કોટાના કેન્દ્રીય નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોના ગુના મુજબ તારીખ 01/ 06/2020ના રોજ કોટા હાઈવે ઉપરથી એક ટ્રક પકડાયો હતો, જેમાં હળદરની અંદર છૂપાવેલો 58.200 કિવંટલ અફીણ ડોડાનો ભૂકો, કિંમત રૂપિયા 1,74,60,000/ની કિંમતનો ઝડપાયો હતો. આ ગુનામાં આરોપી નાસતો ફરતો હતો. ચિત્તોડગઢ જિલ્લા મંગલવાડ પોલીસ સ્ટેશનમાં દાખલ NDPS એક્ટ કેસમાં ટ્રકની અંદર ઘઉં ભરેલી ગુણીની પાછળ છૂપાવેલો 43 ક્વિન્ટલ - 48 કિલો 800ગ્રામ અફીણ ડોડાનો ભૂકો જેની કિંમત 1,30,46,400 પકડવામાં આવ્યો હતો, જે ગુનામાં આરોપી ભાગતો ફરતો હતો. જેસલમેર જિલ્લાના લાઠી પોલીસ સ્ટેશનના કલમ 307 મુજબના ગુનામાં તે વોન્ટેડ હતો. આ ઉપરાંત તે ચિત્તોડગઢ, જિલ્લા શંભુપુરા પોલીસ સ્ટેશન NDPS એક્ટ કેસમાં કોર્ટ દ્વારા વોન્ટેડ જાહેર કરાયેલો છે.

આ પણ વાંચો: War Against Drugs : સુરત SOGએ 58.530 ગ્રામ MD ડ્રગ્સ સાથે રાજસ્થાની યુવકને ઝડપી પાડ્યો

આ પણ વાંચો: દેવભૂમિ દ્વારકામાંથી 66 કિલોથી વધુનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો, 350 કરોડથી વધુની કિંમત હોવાની માહિતી

Last Updated : Nov 10, 2021, 5:25 PM IST

ABOUT THE AUTHOR

...view details