- સુરતમાં વરસાદના કારણે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગમાં (Increase in mosquito-borne and water-borne diseases) વધારો
- મચ્છરોના બ્રિડિંગ શોધી કાઢવા શ્રમિક વસાહતોમાં સરવે (Survey) હાથ ધરાયો
- સ્મિમેર હોસ્પિટલમાં (Schmeier Hospital) દરરોજ 10થી વધુ દર્દીઓ નોંધાઈ રહ્યા છે
- સિવિલ અને સ્મીમેર હોસ્પિટલના (Schmeier Hospital) OPD મા દર્દીઓનો ધસારો જોવા મળે છે
સુરતઃ શહેરમાં વરસાદનું આગમન થતા પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોમાં પણ ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે. શહેરમાં પાણીજન્ય રોગ વધતા હવે સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા મચ્છરોના બ્રિડિંગ શોધી કાઢવા શ્રમિક વસાહતોમાં સરવે હાથ ધરાયો છે. ચોમાસાની શરૂઆત થતાં રોગચાળો વધતાં તંત્ર હરકતમાં જોવા મળી રહ્યું છે. સુરતમાં પાણીજન્ય રોગોના દર્દીઓ વધ્યા છે. તો સ્મિમેર હોસ્પિટલમાં (Schmeier Hospital) રોજ 10થી વધુ દર્દીઓ નોંધાઈ રહ્યા છે.
સ્મિમેર હોસ્પિટલમાં (Schmeier Hospital) દરરોજ 10થી વધુ દર્દીઓ નોંધાઈ રહ્યા છે આ પણ વાંચો-બાલાસિનોરમાં પાણી અને મરછર જન્ય રોગચાળો વકર્યો, ડેન્ગ્યુ, વાઇરલ તાવ અને મેલેરીયાના નોંધાયા કેસ
તંત્ર પાલિકા દ્વારા ઝોન વાઈઝ સરવે કરવામાં આવી રહ્યો છે
શહેરમાં ચોમાસા દરમિયાન પાણીજન્ય રોગોમાં વધારો નોંધાતા સુરત મહાનગરપાલિકાનું (SMC) આરોગ્ય વિભાગ (Health Department) હરકતમાં છે. હવે તંત્ર પાલિકા દ્વારા ઝોન વાઈઝ સરવે કરવામાં આવે છે. કારણ કે, માત્ર મહાનગરપાલિકા સંચાલિત સ્મિમેર હોસ્પિટલમાં (Schmeier Hospital) 10થી વધુ દર્દીઓ પાણીજન્ય રોગના કારણે દાખલ થઈ રહ્યા છે. શહેરના આ સિવિલ અને સ્મીમેર હોસ્પિટલના OPDમાં દર્દીઓનો ધસારો જોવા મળે છે. સ્મિમેર હોસ્પિટલમાં (Schmeier Hospital) ICUની સુવિધા કરવામાં આવી છે. સુરતમાં મચ્છરજન્ય રોગચાળો અને પાણી જન્ય રોગચાળો અટકાવવા માટે સમગ્ર તમામ કવાયત હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો-વડોદરાની સોસાયટીઓમાં દુષિત પાણીની સમસ્યા, લોકોમાં પાણીજન્ય રોગચાળો ફેલાવવાનો ભય
દર્દીઓની સંખ્યા વધતા ICU શરૂ કરાયું
સુરતના મહાનગરપાલિકાના અધિકારી પ્રદિપ ઉમરીગરે જણાવ્યું હતું કે, પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાને ધ્યાનમાં રાખી તંત્ર એલર્ટ છે અને તમામ સ્થળે સરવે હાથ ધરાયો છે. એટલું જ નહીં મહાનગરપાલિકા સંચાલિત સ્મિમેર હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધતા અને ગંભીર દર્દીઓ માટે ICUની સુવિધા ઉભી કરવામાં આવી છે. ખાડીના ડ્રેજિંગની સાથે પાણીના નિકાલ ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે.