- નહેરમાંથી અર્ધવીસર્જિત રઝળતી દેવી દશામાંની પ્રતિમાઓને બહાર કાઢી વિસર્જિત કરવામાં આવી
- પાંડેસરના સાંસ્કૃતિક રક્ષા સમિતિના 100 થી વધુ સ્વયંસેવકોએ સેવા આપી
- 800 થી વધુ પ્રતિમાને હજીરા ખાતે દરિયામાં પુનઃવિસર્જન કરવામાં આવી હતી
સુરત : સાંસ્કૃતિક રક્ષા સમિતિના અધ્યક્ષ આશિષ સુર્યવંશીના નેજા હેઠળ આજ રોજ (ગુરુવાર) સુરતની પુણા, ડીંડોલી, ખરવાસા જેવા વિસ્તારોમાં આવેલી નહેરમાંથી અર્ધવીસર્જિત રઝળતી દેવી દશામાંની પ્રતિમાઓને બહાર કાઢી તેમજ રોડ ડિવાઈડર અને ફૂટપાથ પર મુકેલી કુલ 800 થી વધુ પ્રતિમાને હજીરા ખાતે દરિયામાં પુનઃવિસર્જન કરવામાં આવી હતી.
નદી-તળાવોમાં પ્રતિબંધ
નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના આદેશને પગલે છેલ્લા 3 વર્ષથી પ્રતિમા નદી, તળાવોમાં વિસર્જન પર ચૂસ્ત પ્રતિબંધનો અમલ તંત્ર દ્વારા કરવામાં આવે છે, આ વખતે પણ પાલિકા કમિશનરે ઓવારાઓને બેરીકેડિંગ કરી સીલ કરવા આદેશ કરતાં ગત વર્ષની જેમ તાપી નદી પરના 32 ઓવારા સીલ કરાયા હતા અને બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. અને લોકોને ઘર આંગણે જ પ્રતિમાઓનું વિસજર્ન કરવા અપીલ કરાઈ હતી. ત્યારે સુરતમાં કેટલાક લોકોમાં જાગૃતતા જોવા મળી હતી. તો કેટલીક જગ્યાએ લોકોએ નહેરમાં વિસજર્ન કર્યું હતું.
આ પણ વાંચો : અમેરિકી સંસદની બહાર વિસ્ફોટ ભરેલી ટ્રક મળતા સનસની