ગુજરાત

gujarat

ETV Bharat / city

ગણેશ ઉત્સવ : વરઘોડામાં 50ની જ પરવાનગી સામે 500થી વધુ લોકો મળ્યા જોવા

રાજ્ય સરકાર દ્વારા કોરોનાના કેસોમાં ઘટાડો જોવા મળતાં એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં ગણેશ ઉત્સવને લઇને કેટલીક છૂટછાટો આપવામાં આવી છે. ગણેશ પંડાલો અને ડીજેની છૂટછાટ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે, ત્યારે આ છૂટછાટોનો દુરુપયોગ સુરતના યુવકો કરી રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે.

ગણેશ ઉત્સવ
ગણેશ ઉત્સવ

By

Published : Sep 9, 2021, 4:54 PM IST

  • ગણેશ ઉત્સવને લઇને કેટલીક છૂટછાટો આપવામાં આવી છે
  • ગણપતિના વરઘોડામાં હજારો યુવાવર્ગ જોડાયા હતા
  • આયોજકો વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી આગળની કાર્યવાહી કરી

સુરત: ઉમરા વિસ્તારમાં સર કે. પી. કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ગણેશ સ્થાપના કરવામાં આવનાર છે, ત્યારે ગણપતિના વરઘોડામાં હજારો યુવાવર્ગ જોડાયા હતા અને ડીજેના તાલે તેઓ ઝુમી ઉઠ્યા હતા. જો કે આ વચ્ચે એક પણ યુવાનના મોઢા પર માસ્ક જોવા મળ્યા ન હતા અને સોશિયલ ડિસ્ટસિંગનો પણ અભાવ જોવા મળ્યો હતો. આ ઉપરાંત વરઘોડામાં 50ની જ પરવાનગી સામે 500થી વધુ લોકો વરઘોડામાં જોવા મળ્યા હતા.

ગણેશ ઉત્સવ

આયોજકો વિરુદ્ધ ગુનો નોંધાયો

બીજી તરફ આ ઘટનાની જાણ થતા જ ઉંમરા પોલીસની પીસીઆર વેન પણ ત્યાં પહોંચી ગઈ હતી અને વરઘોડાને રોડની સાઈડ પર લાવી અટકાવ્યો હતો. આ સાથે પોલીસ કર્મીઓ દ્વારા આયોજકને સમજાવી પોલીસ મથકે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં પોલીસ દ્વારા આયોજકો વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી આગળની કાર્યવાહી શરૂ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details