- વિવિધ રોગમાં આશરે 525થી પણ વધુ દર્દીઓ હાલ સારવાર હેઠળ
- પાણીજન્ય તેમજ મચ્છરજન્ય રોગોના કેસ મોટા પ્રમાણમાં નોંધાયા
- નવી સિવિલ હોસ્પિટલમાં મલેરિયાના 85 અને ડેન્ગ્યૂના 85 કેસો
સુરત: શહેરમાં રોગચાળો વકર્યો છે. સુરત શહેરના અનેક વિસ્તારોમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો બેકાબૂ બની રહ્યો છે. સુરતમાં વધુ બે વ્યક્તિઓને રોગચાળો ભરખી ગયો છે. વિવિધ રોગમાં આશરે 525થી પણ વધુ દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. સિવિલ હોસ્પિટલમાં કેટલાક વોર્ડ હાઉસફૂલ પણ થઈ ગયા છે.
સુરતમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો સિઝનમાં ઝાડા-ઊલટીના 619 કેસ નોંધાયા
સુરતના પાંડેસરામાં ત્રણ વર્ષના બાળકનું ઝાડા ઉલટી બાદ મોત નીપજ્યું છે. જ્યારે ગણેશનગરમાં 2 દિવસમાં ઝાડા ઊલટી બાદ 2ના મોત થયા હતા. ઝાડા ઉલટી થયા બાદ બેભાન થઈ જતા બાળકને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. સુરતમાં રોગચાળાનું પ્રમાણ વધ્યું છે. સપ્ટેમ્બર માસમાં ઝાડા-ઊલટીના 96, ટાઇફોઇડના 32 અને કમળાના 15 કેસ નોંધાયા છે. છેલ્લા 9 મહિનામાં ઝાડા-ઊલટીના 619, ટાઇફોઇડના 216 અને કમળાના 80 કેસ નોંધાયા છે. નવી સિવિલ હોસ્પિટલમાં હાલના દિવસોમાં મલેરિયાના 85 અને ડેન્ગ્યૂના 85 કેસો નોંધાઈ ચૂક્યા છે.