- રેમડિસિવીર ઈન્જેક્શન કૌભાંડમાં વધુ ખુલાસો થયો
- મોરબીથી બે મુખ્ય સૂત્રધારનો કબજો કોર્ટમાં રજૂ કરાયાં
- પૂછપરછમાં 500થી વધુ તેઓએ સુરતમાં વેચ્યાંનો ખુલાસો થયો
સુરતઃ કોરોના કાળમાં કોરોના સંક્રમિત દર્દીઓને આપવામાં આવતા રેમડિસિવીર ઈન્જેક્શનની અછતના પગલે કાળા બજારી સાથે ડુપ્લિકેટ ઇન્જેક્શન બનાવવાની વેચવાના ગુનાહિત કારસો પણ સામે આવ્યો હતો. આ સમગ્ર મામલે મોરબી અમદાવાદ પોલીસ તપાસ કરી રહી છે અને હવે આ કૌભાંડના મુખ્ય સૂત્રધારને સુરત ક્રાઈમ બ્રાન્ચ મોરબીથી ટ્રાન્સફર વોરંટ લઈ આવી છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે છે તારીખ 2 મેના રોજ અડાજણ પરશુરામ ગાર્ડનના નજીકથી મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા વતની આરોપી ઝાલાની આઠ નંગ ડુપ્લિકેટ ઇન્જેક્શન સાથે ફુલ 37,500 ની રકમ સાથે ઝડપી લીધો હતો. હાલમાં આરોપી જયદેવસિંહ ઝાલા તારીખ 12મી જૂન સુધી સુરત ક્રાઇમ બ્રાન્ચના ડિમાન્ડ હેઠળ હોવા દરમિયાન ક્રાઈમ બ્રાન્ચે મોરબીથી બે મુખ્ય સૂત્રધારનો કબજો મેળવી કોર્ટમાં રજૂ કરી તારીખ 11 મી સુધીના રિમાન્ડ મેળવ્યા છે.
આરોપીઓએ કુલ 10,093 જેટલા ઇન્જેક્શન બનાવ્યાં હતાં
પોલીસ તપાસમાં આ આરોપી પુનિત ડુપ્લિકેટ ઇન્જેકશનનો સામાન જેવી કે ખાલી વાયલ, સ્ટીકરો અને અંદરનો ગ્લુકોઝ પાવડર તથા અન્ય સમાન મુંબઈથી સુરત કૌશલને મોકલતો હતો. કૌશલ ડુપ્લિકેટ ઇન્જેક્શન બનાવતો હતો આરોપી ઇન્જેક્શનમાં ગ્લુકોઝનું પાવડર તથા સોડિયમ ફ્લોરાઇડ એટલે કે મીઠું મિશ્રણ કરીને બનાવતા હતાં. આવી જ રીતે આરોપીઓએ કુલ 10,093 જેટલા ઇન્જેક્શન બનાવ્યાં હતાં અને વેચ્યાં હતાં. આરોપીઓ વિરુદ્ધ અત્યાર સુધી સુરત મોરબી ઇન્દોર, જબલપુર ગુનાઓ નોંધાયેલા છે.
આ પણ વાંચોઃ ખેડામાં પાર્ક કરેલી ઈકો કારની ઉઠાંતરી, CCTVના આધારે પોલીસે હાથ ધરી તપાસ
સુરતમાં આશરે 500થી વધુ ડુપ્લિકેટ ઇન્જેક્શન આ લોકોએ વેચ્યાં
ક્રાઇમ બ્રાંચના એસીપી આર. આર. સરવૈયાએ જણાવ્યું હતું, રેમડિસિવીર ઇન્જેકશનની હુબહુ નકલ કરવા માટે આ લોકો મુંબઈથી ઇન્જેક્શન લઈ આવ્યાં હતાં અને તે ઇન્જેક્શનની નકલ કરી વાયલ અને સ્ટીકર મુંબઈ અને વાપીમાંથી બનાવાયું હતું. આ ઇંજેક્શન અમદાવાદ, મોરબી, સુરત સહિત મધ્યપ્રદેશના ઇન્દોર, જબલપુરમાં વેચવામાં આવતું હતું. સુરતમાં આશરે 500થી વધુ ડુપ્લિકેટ ઇન્જેક્શન આ લોકોએ વેચ્યાં છે. આ અંગે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સમગ્ર તપાસ કરવામાં આવી છે. કોઈને હાનિ થઇ હોય અથવા તો જ કોઇ દર્દીએ જીવ ગુમાવ્યો હોય આવી ઘટના પ્રકાશમાં આવી નથી.
આ પણ વાંચોઃ કોરોનામાં 7.50 લાખની કિંમતની નકલી દવાનો જથ્થો ઝડપાયો, રાજ્યવ્યાપી દરોડો
નકલી રેમડિસિવીર ઇન્જેક્શન કૌભાંડ : સુરતમાં 500થી વધુ ડુપ્લિકેટ ઇન્જેક્શન વેચાયાં હતાં
ઓલપાડના પીંજરાના ફાર્મ હાઉસમાં ડુપ્લિકેટ રેમડિસિવીર ઇન્જેક્શન બનાવવાના કૌભાંડમાં ક્રાઈમ બ્રાન્ચે મોરબીથી બે મુખ્ય સૂત્રધારનો કબજો મેળવી કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસ સુધીના રિમાન્ડ મેળવ્યાં છે. આરોપીઓએ કુલ 10,093 ઇન્જેક્શન બનાવી વેચ્યાં હોવાનું બહાર આવ્યું હતું જેમાંથી 500થી વધુ તેઓએ સુરતમાં વેચ્યાં છે.
નકલી રેમડિસિવીર ઇન્જેક્શન કૌભાંડ : સુરતમાં 500થી વધુ ડુપ્લિકેટ ઇન્જેક્શન વેચાયાં હતાં