- સુરતમાં 400 થી વધુ લોકો ભાજપ પાર્ટીમાં જોડાયા
- સૌથી વધુ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પણ ભાજપમાં જોડાયા
- બન્ને પાર્ટી દ્વારા 2022 ની વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ
સુરત: શહેરમાં રવિવારે ભાજપ કાર્યાલય ઉપર 400 થી વધુ લોકો સુરત ભાજપ (BJP) ના પ્રદેશ અધ્યક્ષ નિરંજન ઝાંઝમેરા તથા બીજા યુવા મોરચાના અધ્યક્ષતામાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. થોડા સમય પહેલા જ આમ આદમી પાર્ટી (AAP) માં પણ 400 થી વધુ લોકો જોડાયા હતા. આમાં સૌથી વધુ આમ આદમી પાર્ટીમાંથી પણ અમુક કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. સુરત શહેર ભાજપ અધ્યક્ષ નિરંજન ઝાંઝમેરા (Niranjan Zanzmera) એ આ બધા જ નવા કાર્યકર્તાઓને ભાજપનો ભગવો ખેસ પહેરાવી પાર્ટીમાં જોડ્યા હતા. જોકે કહી શકાય છે કે સુરત શહેરમાં અત્યારથી જ બન્ને પાર્ટી દ્વારા 2022 ની વિધાનસભાની ચૂંટણી (Assembly elections) ની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
સુરત શહેરમાં આજે 400 થી વધુ લોકો ભાજપ પાર્ટીમાં જોડાયા આ પણ વાંચો: પંચમહાલના ભાજપ અનુસુચિત જાતિ મોરચાના મંત્રી ભાજપમાંથી LJP પાર્ટીમાં જોડાયા
આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર-3ના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા
સુરત (Surat) માં આજે ભારતીય જનતા પાર્ટી (BJP) ના કાર્યાલય ઉપર શહેર ભાજપ (BJP) ના અધ્યક્ષ નિરંજન ઝાંઝમેરા (Niranjan Zanzmera) એ તથા ભાજપના યુવા મોરચાના અધ્યક્ષતામાં 400 થી વધુ લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. આમાં સૌથી વધુ લોકો આમ આદમી પાર્ટીના પણ હતા તેમાં વૉર્ડ નંબર-3ના કાર્યકર્તાઓ સૌથી વધુ લોકો આમ આદમી પાર્ટીમાંથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.
સુરત શહેરમાં આજે 400 થી વધુ લોકો ભાજપ પાર્ટીમાં જોડાયા આ પણ વાંચો: વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં BJP ની સત્તા, 8 બેઠકો પર વિજય
ગુજરાત પ્રદેશ યુવા મોરચાના પ્રશાંત ખોરાટ પણ ઉપસ્થિત રહ્યા
આ બાબતે સુરત (Surat) શહેરના ભૂતપૂર્વ મેયર જગદીશ પટેલ દ્વારા એમ કહેવામાં આવ્યું કે, આજે રવિવારે સૌથી વધુ લોકો પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. તેમાં આમ આદમી પાર્ટી (AAP) ના વૉર્ડ નંબર-3ના કાર્યકર્તાઓ ઘણા દિવસથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. વર્તમાનમાં જે સ્થિતિ છે તે જોતા આપણે તબક્કાવાર કાર્યક્રમ કરી રહ્યા છીએ. તો આજના દિવસે આ કાર્યકર્તાઓ તથા અન્ય પાર્ટીના કાર્યકર્તાઓ પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. આ કાર્યક્રમમાં સુરત શહેર ભારતીય જનતા પાર્ટી (BJP) ના અધ્યક્ષ નિરંજન ઝાંઝમેરા (Niranjan Zanzmera) ની અધ્યક્ષતામાં તથા ભારતીય જનતા પાર્ટીને ગુજરાત પ્રદેશ યુવા મોરચાના પ્રશાંત ખોરાટ પણ ઉપસ્થિત રહ્યા હતા.