ગુજરાત

gujarat

સુરતમાં કિન્નર સમાજે તેમની ધાર્મિક તેમજ અંતિમક્રિયા માટે જમીનની માંગણી કરી

By

Published : Jan 5, 2021, 10:26 AM IST

સુરતમાં કિન્નર સમાજને તેમની ધાર્મિક તેમજ અંતિમક્રિયા માટે જમીન ફાળવવા બાબતે સખી સહેલી ટ્રસ્ટ દ્વારા સુરત કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. આવેદન આપવા મોટી સંખ્યામાં કિન્નર સમાજના લોકો હાજર રહ્યા હતા.

third gender community in Surat
third gender community in Surat

  • કિન્નર સમાજની અંતિમ વિધિ સામાજિક રીત રીવાજોથી અલગ
  • ધાર્મિક તેમજ અંતિમક્રિયા માટે જમીનની માંગણી
  • સુરત કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

સુરત : શહેરમાં કિન્નર સમાજના સખી સહેલી ટ્રસ્ટ દ્વારા સુરત કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં કિન્નર સમાજને તેમની ધાર્મિક તેમજ અંતિમક્રિયા માટે જમીન ફાળવવા બાબતે માંગ કરવામાં આવી હતી. આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, સુરત શહેર અને તેની આસપાસના ગામોમાં મોટી સંખ્યામાં કિન્નર સમાજના લોકો વસે છે.

સુરતમાં 400 થી વધુ કિન્નર સમાજના લોકો રહે

કિન્નર સમાજની ધાર્મિક અને અંતિમ વિધિ સામાજિક રીત રીવાજોથી અલગ થતી હોય છે. તેમજ મૃત્યુ પછી તેઓના દેહને સમાધી અપાતી હોય છે. હાલ નાનપુરા વિસ્તારમાં એક જ જગ્યા છે.અને હાલ ત્યાં પણ જગ્યાની અછત સર્જાઈ છે. સુરતમાં 400 થી વધુ કિન્નર સમાજના લોકો ઉધના,પાંડેસરા, ગોડાદરા વિસ્તારમાં રહે છે. ત્યારે કિન્નર સમાજને તેમની ધાર્મિક તેમજ અંતિમક્રિયા માટે જમીન ફાળવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details