- શિવની પૂજા-ઉપાસનામાં દૂધનું મહત્વ
- ડેરી ઉદ્યોગને મહાશિવરાત્રીનો પર્વ ફળ્યો
- સામાન્ય દિવસો કરતાં વધારે દૂઘનું થયું વેચાણ
સુરત: કોરોનાની ગાઈડલાઈન સાથે સુરતના શિવાલયોમાં મહાશિવરાત્રીની રંગેચંગે ઉજવણી થઈ છે. ત્યારે સુરત સુમુલ ડેરીમાં મહાશિવરાત્રી નિમિત્તે નવો રેકોર્ડ સર્જાયો છે. પર્વને લઈને દૂધ અને છાશનું રેકોર્ડબ્રેક વેચાણ થયું છે. મહાશિવરાત્રીને લઈને ભગવાન શિવની આરાધના માટે દૂધનો અભિષેક કરવા તેમજ ઉપવાસની વાનગીઓ બનાવવા માટે દૂધની ડિમાન્ડ ખૂબ રહે છે.
આ પણ વાંચો:દિવાળી પહેલા પશુપાલકોને સુમુલ ડેરીની ભેટ, દૂધના પ્રતિકિલો ફેટે રૂપિયા પાંચનો વધારો
દૂધનું વેચાણ 14,01,703 લિટર થયું
સામાન્ય દિવસો કરતાં 3 લાખ લિટરથી વધુ દૂધનું વેચાણ થયું છે. દૂધની વાત કરવામાં આવે તો તેનું વેચાણ 14,01,703 લીટર થયું છે, જ્યારે છાશનું વેચાણ 2,84,478 લીટર થયું છે. સામાન્ય દિવસોમાં દૂધનું વેચાણ 11 લાખ લીટર જેટલું હોય છે. શિવરાત્રીના દિવસે વધુ વેચાણ થતાં તેનો સીધો લાભ પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલા લોકોને થશે. બીજી તરફ જોવા જઈએ તો દૂધનાં વધુ વેચાણને કારણે સુરતમાં પશુપાલન કરતી દોઢ લાખ જેટલી મહિલાઓને તેનો સીધો લાભ થશે.
3 લાખ લીટરથી વધુ દૂધનું થયું વેચાણ આ પણ વાંચો:સુમુલ ડેરીના ચેરમેને કરેલી ટિપ્પણીને લઈ આદિવાસી સમાજે કલેક્ટરને પાઠવ્યું આવેદન
ગામડાનું અર્થતંત્ર પણ વધુ બનશે મજબૂત
સુમુલ ડેરીના ડિરેક્ટર જયેશ પટેલે જણાવ્યું હતું કે, મહાશિવરાત્રિએ શિવાલયોમાં દૂધ ચઢાવવાની પ્રથાના કારણે વધુ વેચાણ થયું છે. રેકોર્ડ બ્રેક દૂધનું વેચાણ થતાં ગામડાના લોકોને રોજગારી વધુ મળશે અને ગામડાનું અર્થતંત્ર પણ વધુ મજબૂત બનશે. સામાન્ય દિવસો કરતાં 3 લાખ લિટરથી વધુ દૂધનું વેચાણ થયું છે.