- સુરત એરપોર્ટ ઉપર માલસામાનના સ્કેનિંગમાં ગાંજો મળી આવ્યો
- 26.74 ગ્રામનો ગાંજો મળી આવ્યો હતો
- એરપોર્ટ ઓથોરિટીએ એરપોર્ટ પોલીસને જાણ કરતા તપાસ હાથ ધરાઈ હતી
સુરત : શહેરના એરપોર્ટ ઉપર ગત 27મી એપ્રિલના રોજ એરપોર્ટ ઓથોરિટીને માલ-સામાનના સ્કેનિંગ દરમિયાન 26.74 ગ્રામનો ગાંજો મળી આવ્યો હતો. જોકે ત્યારબાદ એરપોર્ટ ઓથોરિટી દ્વારા એરપોર્ટ પોલીસને જાણ કરતા એરપોર્ટ પોલીસ દ્વારા આ ગાંજો ક્યાંથી આવ્યો છે તેની તપાસ હાથ ધરવામાં આવી હતી. કુરિયરના બોક્સમાં એરપોર્ટ પોલીસને ભરૂચના એન્ટરપ્રાઇઝના પાર્સલમાંથી આ બોક્સ કુરિયર થવા માટે સુરત એરપોર્ટ પર આવી હતી. જોકે ત્યારબાદ આ વાતની જાણકારી એરપોર્ટ પોલીસ દ્વારા ડુમસ પોલીસને સોંપવામાં આવી હતી.
આ પણ વાંચો : દમણમાં ફૂટવેરની દુકાનમાં ગાંજો વેચતો દુકાનદાર ઝડપાયો
ડુમસ પોલીસે ગાંજાનો કબજો લઇને તપાસ હાથ ધરી
સુરત એરપોર્ટ ઉપર 26.74 ગ્રામનો ગાંજો મળી આવ્યા બાદ એરપોર્ટ પોલીસ દ્વારા ડુમસ પોલીસને સમગ્ર વિગત આપ્યા બાદ ડુમસ પોલીસ દ્વારા ગાંજાનો કબજો લઈને તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસ દ્વારા આ ગાંજો ભરૂચના એન્ટરપ્રાઇઝ પાર્સલમાંથી આવ્યું હતું. ડુમસ પોલીસે એન્ટરપ્રાઇઝ પાર્સલ યુવકની પૂછપરછ કરીને ડુમસ પોલીસને એમ જાણવા મળ્યું હતું કે, આ પાર્સલ ભરૂચના અફઝલ ઔયુબ પટેલ જેઓ ભરૂચના અંબાનગર ખાતે રહે છે. ડુમસ પોલીસ દ્વારા અફઝલ ઔયુબ પટેલની ધરપકડ કર્યા બાદ અફઝલ ઔયુબ પટેલ દ્વારા ડુમસ પોલીસને એમ જણાવ્યું હતું કે, તેણે આ પાર્સલ ચેન્નઈ ખાતે રહેતા તેમના મિત્રને મોકલવાનો હતો. જોકે અફઝલ ઔયુબ દ્વારા ખોટા પાર્સલના સંસ્થાનું નામ લખીને પોલીસને ગેરમાર્ગે દોર્યા હતા.
આ પણ વાંચો : વાપીમાં 16 કિલો ગાંજા સાથે 4 ઇસમોની ધરપકડ, SOG એ કુલ 11.79 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
ડુમસ પોલીસ દ્વારા એમ જણાવ્યું કે,
સુરત એરપોર્ટ ખાતે માલ સામાનની કે સ્કેનિંગમાં પકડાયેલા 26.74 ગ્રામનો ગાંજો ડુમસ પોલીસને સોંપવામાં આવ્યો હતો. જોકે ત્યારબાદ ડુમસ પોલીસ દ્વારા ગાંજાનો કબજો લઈને તપાસ હાથ ધરવામાં આવી હતી. ડુમસ પોલીસે આમાં ભરૂચના અંબાનગર ખાતે રહેતા અફઝલ ઔયુબ પટેલની ધરપકડ કરી હતી. જોકે ત્યારબાદ ડુમસ પોલીસ દ્વારા અફઝલ ઔયુબ પટેલનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં તેને કોરોના પોઝિટિવ આવતા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે રાખવામાં આવ્યો હતો, ત્યારબાદ સાજા થઇ ગયા બાદ પોલીસ દ્વારા તેની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટમાંથી આ આરોપીની પૂછપરછ કરવા માટે ડુમસ પોલીસે ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. પોલીસને એમ જાણવા મળ્યું કે, જેને ખાતે રહેતા તેનો મિત્ર જેને ઓનલાઇનમાં નામ ઓજી તરીકે ઓળખાય છે. ડુમસ પોલીસે હવે ચેન્નઈ ખાતે રહેતા ઓજીની ધરપકડ કરવા માટે ચક્ર ગતિમાન કર્યા છે.