ગુજરાત

gujarat

ETV Bharat / city

Surat Metro Rail Project: 2500થી વધુ વૃક્ષોને તેના રૂટમાં ન આવે તે માટે હટાવવામાં આવશે - સ્માર્ટ સિટી સુરત ન્યૂઝ

સ્માર્ટ સિટી સુરત (Smart City Surat)ને હરિયાળું સુરત બનાવવા માટે લાખોની સંખ્યામાં વૃક્ષો વાવવામાં આવ્યા છે. ત્યારે સુરત મેટ્રો રેલ પ્રોજેકટ (Surat Metro Rail Project)ને કારણે આશરે 2500થી વધુ વૃક્ષોને તેના રૂટમાં ન આવે તે માટે હટાવવામાં આવશે.

Surat
Surat

By

Published : Jun 5, 2021, 7:24 AM IST

  • 2500થી વધુ વૃક્ષોને તેના રૂટમાં ન આવે તે માટે હટાવવામાં આવશે
  • 11 કિલોમીટર રોડ એલિવેટેડ
  • એક વ્યક્તિને આશરે 182 કિલોગ્રામ ઓક્સિજનની જરૂરિયાત હોય છે

સુરત: આજે વિશ્વ પર્યાવરણ દિવસ (World Environment Day 2021) છે સ્માર્ટ સિટી સુરતને હરિયાળું સુરત બનાવવા માટે લાખોની સંખ્યામાં વૃક્ષો વાવવામાં આવ્યા છે. હાલ સુરતમાં અનેક પ્રોજેક્ટ ચાલી રહ્યા છે.જેમાંથી એક મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ (Metro train project) છે પરંતુ અતિ મહત્વકાંક્ષી મેટ્રો પ્રોજેક્ટના માર્ગમાં આવનારા આશરે 2500થી વધુ વૃક્ષોને તેના રૂટમાં ન આવે તે માટે હટાવવામાં આવશે. મેટ્રો ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓ કહી રહ્યા છે કે, એમાંથી સેંકડો વૃક્ષોને ટ્રાન્સપ્લાન્ટ પણ કરવામાં આવશે.

2500થી વધુ વૃક્ષોને તેના રૂટમાં ન આવે આ માટે હટાવવામાં આવશે

આ પણ વાંચો: World Environment Day 2021 - આજે સમગ્ર વિશ્વ ઉજવશે પર્યાવરણ દિવસ

2500થી વધુ વૃક્ષોને તેના રૂટમાં ન આવે તે માટે હટાવવામાં આવશે

સુરતના અલથાન કેનાલ રોડ કે જ્યાં હજારોની સંખ્યામાં વૃક્ષો સુરત મહાનગરપાલિકા (Surat Municipal Corporation) દ્વારા લગાડવામાં આવ્યા છે. જેના કારણે અહીં મોટી સંખ્યામાં લોકો મોર્નિંગ વોક કરે છે અને અહીંના સ્થાનિકો આ વૃક્ષોના કારણે 34,300 કિલોગ્રામ ઓક્સિજન આ મેળવે છે. પરંતુ થોડાક મહિના બાદ આ વૃક્ષોના કારણે તેઓ ઓક્સિજન મેળવી શકશે નહીં અને અહીં તમામ રસ્તાઓ પણ હરિયાળા જોવા મળશે પણ નહીં. જેની પાછળનું મુખ્ય કારણ અહીંથી પસાર થનાર મેટ્રો રેલ પ્રોજેક્ટ (Surat Metro Rail Project) છે. મેટ્રો ટ્રેનના આ રૂટના કારણે હજારોની સંખ્યામાં વૃક્ષોને હટાવવાની નોબત આવી છે.

11 કિલોમીટર રોડ એલિવેટેડ

સુરત શહેર (Surat City)માં મેટ્રો રેલ પ્રોજેક્ટની શરૂઆત થઈ ગઈ છે અનેક સ્થળો પર ટેસ્ટિંગ પણ થઇ ગયું છે. ડ્રીમ સિટીથી લઈ કાદરશાની નાળ સુધી 11 કિલોમીટર રોડ એલિવેટેડ છે. જેમાં કુલ 700 મોટા વૃક્ષો આવી રહ્યા છે અને નાના વૃક્ષોની સંખ્યા પણ આશરે 1000થી વધુ છે. જેને મેટ્રો ટ્રેન રૂટના કારણે હટાવવામાં આવશે. આ રૂટની વાત કરવામાં આવે તો, ડ્રીમ સિટી સુધી સૌથી વધુ હરિયાળી જોવા મળે છે. આ રોડના વૃક્ષો સૌથી વધુ અસરગ્રસ્ત થશે. આ વિસ્તારમાં વૃક્ષોની સંખ્યા વધારે હોવાના કારણે ઓક્સિજન પણ લોકોને વધારે મળે છે. જો કે મેટ્રો કોર્પોરેશન (Metro Corporation) દ્વારા આ તમામ વૃક્ષો કેટલા છે અને આ વૃક્ષોને જ્યારે હટાવવામાં આવે ત્યારે તેને કઈ રીતે રી ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય તે અંગેની તૈયારીઓ કરી લેવામાં આવી છે. આ તમામ વૃક્ષો મહાનગરપાલિકા હેઠળ આવે છે.

2500થી વધુ વૃક્ષોને તેના રૂટમાં ન આવે આ માટે હટાવવામાં આવશે

આ પણ વાંચો:World Environment Day 2021 - ગત વર્ષે ભારતમાં કોરોના કરતા વધારે લોકોના પ્રદૂષણથી મોત થયા : પર્યાવરણ વિશેષજ્ઞ

1200થી વધુ વૃક્ષો મોટા

મેટ્રો રેલ કોર્પોરેશન (Metro Rail Corporation)ના અધિકારીએ જણાવ્યું હતું કે, અમારી પોતાની લાઈન નંબર એક અને બેમાં 1200થી વધુ વૃક્ષો મોટા છે. જેને કાપવાને બદલે અમે તેને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ મેટ્રો લાઇન પર આવવાના કારણે આ તમામને હટાવવા જ પડશે. અધિકારીના જણાવ્યા મુજબ, આવા 700થી 800 જેટલા વૃક્ષો ચિન્હિત કરવામાં આવ્યા છે. જેમને રી ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે. મેટ્રો ટ્રેનના અધિકારીએ પણ જણાવ્યું હતું કે, એક વૃક્ષની જગ્યાએ ત્રણ વૃક્ષો વાવવામાં આવશે.

એક વ્યક્તિને આશરે 182 કિલોગ્રામ ઓક્સિજનની જરૂરિયાત હોય છે

હાલ જ તૌકતે વાવાઝોડા (tauktae cyclone)ના કારણે શહેરના 800થી વધુ વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા. જો કે પર્યાવરણની દ્રષ્ટિએ જોવા જઈએ તો, એક વ્યક્તિને આશરે 182 કિલોગ્રામ ઓક્સિજનની જરૂરિયાત હોય છે. મેટ્રો ટ્રેનમાં જો કેનાલ રોડ પર આવેલા 1200 જેટલા વૃક્ષો હટાવવામાં આવે તો પ્રતિ દિવસ આ વૃક્ષો 161 કિલોગ્રામ ઓક્સિજન આપી રહ્યા છે તે લોકોને મળશે નહીં. 58,800 કિલોગ્રામ ઓક્સિજન વાર્ષિક 323 લોકોને જીવવા માટે આપે છે. બીજી બાજુ તૌકતે વાવાઝોડામાં પડેલા 800 જેટલા વૃક્ષો 107.9 કિલોગ્રામ ઓક્સિજન પ્રતિદિવસ આપી રહ્યા હતા જે વૃક્ષો પડી ગયા છે. તેની ભરપાઈ કેવી રીતે થશે એ મોટો પ્રશ્ન છે. કારણ કે ઘણા વૃક્ષો ૪૦થી ૫૦ વર્ષ જૂના હતા એક વૃક્ષ પાંચથી દસ વ્યક્તિને ઓક્સિજન આપવા લાયક બને છે.

મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે વૃક્ષોને હટાવવામાં આવશે

ABOUT THE AUTHOR

...view details