ગુજરાત

gujarat

ETV Bharat / city

વેક્સિન લેવામાં સુરતીઓ મોખરે, માત્ર 4 દિવસમાં દોઢ લાખથી વધુ લોકોએ વેક્સિન લીધી - Corona News

હાલમાં ચાલી રહેલી વેક્સિનેશનની પ્રક્રિયામાં સુરતમાં છેલ્લા 4 દિવસમાં દોઢ લાખથી વધુ લોકોને વેક્સિન આપવામાં આવી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

માત્ર 4 દિવસમાં દોઢ લાખથી વધુ લોકોએ વેક્સિન લીધી
માત્ર 4 દિવસમાં દોઢ લાખથી વધુ લોકોએ વેક્સિન લીધી

By

Published : Apr 6, 2021, 9:48 AM IST

Updated : Apr 6, 2021, 10:53 AM IST

  • ગુજરાતમાં વેક્સિન લેવામાં સુરતીઓ પ્રથમ ક્રમાંક પર આવ્યા
  • સુરતમાં આગામી દિવસમાં 24 કલાક ચાલશે વેક્સિનેશન
  • મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ આપી માહિતી

સુરત: વિશ્વમાં સૌથી ઝડપી વેક્સિનેશન અભિયાન ભારતમાં થઇ રહ્યું છે. દેશમાં ગુજરાત બીજા ક્રમે છે અને ગુજરાતમાં પણ સુરત કોરોના વેક્સિનેશનમાં પ્રથમ ક્રમાંકે છે. છેલ્લા 4 દિવસમાં સુરતમાં જ દોઢ લાખથી વધુ શહેરીજનોને કોરોના વેક્સિન લઈને વિક્રમ સર્જ્યો છે.

1 એપ્રિલથી 45 વર્ષ સુધીના લોકો માટે વેક્સિનેશન શરૂ

કોરોના વેક્સિનેશન માટે સુરતમાં મહા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. વધુમાં વધુ લોકો વેક્સિન લે તે માટે તંત્ર દ્વારા કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. દેશમાં સૌથી વધુ વેક્સિનેશન મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં છે. કોરોના વેક્સિન લેવામાં ગુજરાત બીજા ક્રમે છે અને ગુજરાતમાં પણ સૌથી વધુ વેક્સિનેશન સુરતમાં થયું છે. 1 એપ્રિલથી 45 વર્ષ સુધીની ઉંમરના લોકોને વેક્સિન આપવાનું શરૂ કરવામાં આવ્યું છે.

આગામી દિવસોમાં 24 કલાક વેક્સિન આપવામાં આવશે

એક બાજુ સુરતમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. બીજી બાજુ લોકોએ મોટી સંખ્યામાં વેક્સિન લેવા માટેની તૈયારીઓ કરી દીધી છે. આ અંગે સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, ચાર દિવસ દરમિયાન સુરતમાં દોઢ લાખથી વધુ લોકોએ વેક્સિન લીધી છે અને આ અભિયાન આગળ વધી રહ્યું છે. આવનારા દિવસોમાં 24 કલાક લોકોને વેક્સિનેશન આપવાની પ્રક્રિયા પણ હાથ ધરાશે.

રાજ્યમાં વેક્સિનેશનની કામગીરી પુરજોશમાં

વેક્સિનની કામગીરીને વધારવા માટે પુરા એપ્રિલ માસ દરમિયાન વેક્સિનેશન પ્રક્રિયા યથાવત રાખવામાં આવશે. 30 એપ્રિલ સુધી વેક્સિનેશનની આ કામગીરી ચાલુ રાખવામાં આવશે. વેક્સિનેશન ઝડપી બનાવવા આરોગ્ય વિભાગનો પરિપત્ર જારી કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે જારી કરેલા પરિપત્ર પછી રાજ્ય સરકારનો પરિપત્ર પણ જાહેર કરાયો હતો. 30 એપ્રિલ સુધી વેક્સિનની કામગીરી ચાલુ રહેશે.

એક મહિના દરમિયાન લાખો લોકોને વેક્સિન આપવામાં આવશે

વેક્સિનેશન ઝડપી બનાવવા આરોગ્ય વિભાગનો પરિપત્ર તમામ જીલ્લા, કોર્પોરેશનના આરોગ્ય કર્મચારીઓ માટે કરાયો છે. જેમાં આરોગ્ય કર્મચારીઓની તમામ રજાઓ રદ્દ કરાઈ છે. જોકે, કોરોનાની મહામારીનેને જોતા આ નિર્ણય લેવાયો છે. 45 વર્ષ પછીની ઉંમરનાને રસી આપવામાં આવી રહી છે. ત્યારે એક જ દિવસમાં ગુજરાતમાં 3 લાખથી વધુ લોકોને રસી આપવામાં આવી હતી આવી વાત પણ સામે આવી હતી. પુરા એક મહિના દરમિયાન લાખો લોકોને વેક્સિન આપવામાં આવશે.

મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ આપી માહિતી

દેશમાં અત્યાર સુધીમાં કેટલું વેક્સિનેશ

દેશમાં કોરોના વેક્સિનેશનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આરોગ્ય મંત્રાલયે આ અંગે જણાવ્યું હતું કે, 52,86,132 આરોગ્યકર્મીઓ અને 39,75,549 ફ્રન્ટલાઈન વોરિયર્સે કોરોના વેક્સિનનો બીજો ડોઝ લીધો છે. જ્યારે 45 વર્ષથી વધુની ઉંમરના 4,29,37,126 લાભાર્થીઓને કોરોના વેક્સિનનો પહેલો ડોઝ આપવામાં આવ્યો છે.

દેશમાં અત્યાર સુધી 6 કરોડથી વધુ લોકોએ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો

આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, દેશમાં રાત્રે 8 વાગ્યા સુધી 7,06,18,026 વેક્સિન થઈ ગયું છે. આમાંથી 6,13,56,345 લોકોને કોરોના વેક્સિનનો પહેલો ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે 92,61,681 લોકોને કોરોના વેક્સિનની બીજો ડોઝ આપવામાં આવ્યો છે, જેમાં 89,03,809 આરોગ્યકર્મી અને 95,15,410 ફ્રન્ટલાઈન વોરિયર્સ શામેલ છે.

Last Updated : Apr 6, 2021, 10:53 AM IST

ABOUT THE AUTHOR

...view details