સુરત: સુરતના સરથાણા વિસ્તારમા કાળુબાપાનો આશ્રમ આવ્યો છે. હાલ કોરોના વાયરસની મહામારીને કારણે પોલીસ કમિશનર દ્વારા કલમ 144 લાગુ કરવામાં આવી છે. કે કોઇ પણ જાહેર સ્થળ કે મંદિરોમા 4 થી વધુ લોકો ભેગા ન થઇ શકે. તેમ છતાં કાળુબાપાના આશ્રમમા આજે વહેલી સવારે 100થી વધુ ભકતજન એકઠાં થયાં હતાં. આટલું ઓછું હોય તેમ કાળુબાપાએ ભક્તોજનને નીચે બેસાડી સંત્સગ કાર્યક્રમ પણ યોજયો હતો. વારંવાર મનપા દ્વારા લોકોને અપીલ કરવામા આવી રહી છે કે મોં પર માસ્ક તથા સોસિયલ ડિસ્ટસિંગનુ પાલન કરો. તેમ છતાં લોકો છે કેે સમજવાનું નામ નથી લઇ રહ્યાં. અહીં પણ ભક્તોજનોએ મોં પર માસ્ક તો બાંધ્યું ન હતું, સાથોસાથ સોશિયલ ડિસ્ટસિંગના પણ ધજાગરા ઉડાડયાં હતાં.
કાળુબાપાના આશ્રમ પર 100થી વધુ ભક્તજનો માસ્ક-સોશિયલ ડિસ્ટનસિંગ વગર ભેગાં થયાં, કાર્યવાહી થઈ - કોરોના ગાઈડસાઈન ભંગ
સરથાણા વિસ્તારમા આવેલા કાળુબાપાના આશ્રમ પર આજે 100થી વધુ ભક્તજનો ભેગાં થયાં હતાં તેમ જ સોસિયલ ડિસ્ટસિંગના ધજાગરા સાથે કોઇપણ ભક્તજને મોઢા પર માસ્ક પહેર્યુ ન હતું. એક જાગૃત નાગરિક દ્વારા આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરાતાં પોલીસ એકશનમા આવી હતી. સરથાણા પોલીસે કાળુબાપા સહિત અન્ય બે સેવકની અટકાયત કરી પોલીસ મથકે લાવવામા આવ્યાં હતાં.
કાળુબાપાના આશ્રમ પર 100થી વધુ ભક્તજનો માસ્ક-સોશિયલ ડિસ્ટનસિંગ વગર ભેગાં થયાં, કાર્યવાહી થઈ
વરાછા ઝોનમા સૌથી વધુ કોરોનાના કેસ આવતાં હોઇ એક જાગૃત નાગરિક દ્વારા આ વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામા આવ્યો હતો. વિડીયો વાયરલ થતાંની સાથે જ સરથાણા પોલીસ દોડતી થઇ હતી. સરથાણા પોલીસની અક ટીમ કાળુદાસના આશ્રમ પર પહોંચી હતી અને તેમને તથા તેમના બે સેવકોની અટકાયત કરી હતી. અટકાયત બાદ પણ પોલીસની ઢીલી નીતિ જોવા મળી હતી. એક સેલિબ્રિટીની જેમ કાળુબાપા પોતાની કારમા પોલીસમથકે પહોંચતાં સ્થાનિક લોકોએ અનેક સવાલો પોલીસ ઉપર ઉઠાવ્યાં હતાં.