સુરત: શહેરમાં આજે ફાયર વિભાગ (Surat Fire Department) દ્વારા કુલ પાંચ જગ્યાઓ ઉપર મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરમાં ભૂતકાળની ઘટનાઓને લઈને ફાયર વિભાગ દ્વારા અવરનવર સ્કૂલ-કોલેજ મોલ તથા શહેરની હોસ્પિટલોમાં મોકડ્રિલનું આયોજન કરવામાં આવે છે. તે જ રીતે આજે પણ ફાયર વિભાગ દ્વારા મોકડ્રિલ કરી હોસ્પિટલના સ્ટાફને ફાયરના સાધનો વિશે માહિતગાર કર્યા હતા.
Mock Drill Surat: ફાયર વિભાગ દ્વારા હોસ્પિટલોમાં મોકડ્રિલનું કરાયું આયોજન, સ્ટાફને આપી ફાયરના સાધનો વિષે માહિતી આ પણ વાંચો: સુરતમાં ફાયર વિભાગે 40 હોસ્પિટલને ફાયર સેફ્ટીના અભાવે નોટિસ પાઠવી
છેલ્લા ત્રણ મહિનામાં 15થી 20 જેટલી હોસ્પિટલોમાં કરાયું મોકડ્રિલ
આ પણ વાંચો: સુરતમાં ખાનગી બસમાં આગ લાગતા મહિલા સહીત ત્રણ લોકો દાઝયા, એકનું મોત
રાજ્ય સરકાર તરફથી પરિપત્ર આપવામાં આવ્યો છે કે, દર મહિનાની 6 તારીખે શહેરની તમામ હોસ્પિટલોમાં ફરજિયાત પણે મોકડ્રિલ કરવી. રવિવારે શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાંચ હોસ્પિટલોમાં ફાયર વિભાગ (Mock Drill organized by Surat Fire Department) દ્વારા મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. ફાયર મોકડ્રિલ કરવાનું કારણ હોસ્પિટલમાં ડોક્ટર, નર્સ, વોર્ડ બોય અને એક ફાયર જયારે કોઈ આગની ઘટના બને તો ભાગી નથી જવાનું જે ICUમાં ક્રિટિકલ દર્દીઓને કઈ રીતે બચાવી શકાય. તે તમામ પ્રકારની માહિતીઓ પ્રેટિકલ રીતે સમજાવી શકાય છે. વધુમાં જણાવ્યુ કે, છેલ્લા ત્રણ મહિનામાં 15થી 20 જેટલી હોસ્પિટલોમાં મોકડ્રિલ કરવામાં આવ્યું છે. હોસ્પિટલ, સ્કૂલો, મોલ અને નાના ક્લિનિકોમાં જ્યાં ફાયર સાધનો કઈ રીતે ઉપયોગમાં લેવું તેના વિશે તાલીમ આપવામાં આવે છે.
Mock Drill Surat: ફાયર વિભાગ દ્વારા હોસ્પિટલોમાં મોકડ્રિલનું કરાયું આયોજન, સ્ટાફને આપી ફાયરના સાધનો વિષે માહિતી