ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતમાં સ્મીમેર હોસ્પિટલ ખાતે મોકડ્રિલ યોજાઈ - Surat Fire Department

સુરત શહેરમાં બુધવારના રોજ સ્મીમેર હોસ્પિટલ ખાતે મોક ડ્રિલ યોજવામાં આવી હતી. જેમાં આગ જયારે લાગે તે સમયે કઇરીતે પોતાને સાચવવું તેમજ શું કરવું શું નહી કરવું તેવી તમામ બાબતો વિશે માહિતી આપવામાં આવી હતી.

સુરતમાં સ્મીમેર હોસ્પિટલ ખાતે મોક ડ્રિલ યોજાઈ
સુરતમાં સ્મીમેર હોસ્પિટલ ખાતે મોક ડ્રિલ યોજાઈ

By

Published : Jan 6, 2021, 9:11 PM IST

Updated : Jan 6, 2021, 9:22 PM IST

  • સ્મીમેર હોસ્પિટલ ખાતે મોકડ્રિલ યોજાઈ
  • ફાયર વિભાગ દ્વારા મોકડ્રિલ યોજવામાં આવી
  • આગની ઘટના બને ત્યારે શું કરવું તેની અપાઈ માહિતી

સુરતઃ શહેરમાં વારંવાર આગની ઘટનાઓ બની રહી છે, ત્યારે બુધવારના રોજ સ્મીમેર હોસ્પિટલ ખાતે ફાયર વિભાગ દ્વારા મોકડ્રિલ યોજવામાં આવી હતી. જેમાં આગ જયારે લાગે તે સમયે કઇરીતે પોતાને સાચવવું તેમજ શું કરવું શું નહી કરવું તેવી તમામ બાબતો વિશે માહિતી આપવામાં આવી હતી. ફાયરના અધિકારીઓ અને ટીમે સાથે મળીને મોકડ્રિલ કરી હતી.

સુરતમાં સ્મીમેર હોસ્પિટલ ખાતે મોક ડ્રિલ યોજાઈ

ફાયર વિભાગ દ્વારા અવાર-નવાર કરવામાં આવે છે મોકડ્રિલ

સ્મીમેર હોસ્પિટલ ખાતે આવેલા કોવિડ-19 આઈ.સી.યુમાં જો આગની ઘટના બને તો કઈ રીતે લોકોનું રેસ્ક્યૂ કરવું તેમજ ઉંચાઈથી લોકોને હાઈટ્રીક મશીન દ્વારા કામ પણ બતાવામાં આવ્યું હતું. સુરતમાં આ પેહલા પણ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટનાના કારણે ફાયર વિભાગ સતર્ક થઇ ગયું છે અને સાથે સાથે અત્યંત આધુનિક સાધનોથી સતર્ક થઈ ગયું છે. ફાયર વિભાગ દ્વારા સ્કૂલ-કોલેજ, શોપિંગ સેન્ટર અને હોસ્પિટલોમાં દર પંદર દિવસે મોકડ્રિલનું આયોજન કરવામાં આવે છે.

સુરતમાં સ્મીમેર હોસ્પિટલ ખાતે મોક ડ્રિલ યોજાઈ
Last Updated : Jan 6, 2021, 9:22 PM IST

ABOUT THE AUTHOR

...view details