ગુજરાત

gujarat

ETV Bharat / city

Mobile snatcher terror in Surat: સુરતમાં કઈ રીતે માત્ર 2 સેકન્ડમાં વિદ્યાર્થીના હાથમાંથી મોબાઈલની ચોરી થઈ, જુઓ - પુણા વિસ્તારમાં વિદ્યાર્થીના મોબાઈલની ચોરી

સુરતમાં પુણા વિસ્તારમાં વિદ્યાર્થીના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી 2 આરોપી ફરાર (Mobile snatcher terror in Surat) થયા હતા. આ ઘટનાના સીસીટીવીમાં સ્પષ્ટ દેખાઈ આવે છે. આરોપીઓ વિદ્યાર્થીના હાથમાંથી માત્ર 2 સેકન્ડની અંદર મોબાઈલ ઝૂંટવી ફરાર થઈ (Student's mobile stolen in Surat) ગયા હતા.

Mobile snatcher terror in Surat: સુરતમાં કઈ રીતે માત્ર 2 સેકન્ડમાં વિદ્યાર્થીના હાથમાંથી મોબાઈલની ચોરી થઈ, જુઓ
Mobile snatcher terror in Surat: સુરતમાં કઈ રીતે માત્ર 2 સેકન્ડમાં વિદ્યાર્થીના હાથમાંથી મોબાઈલની ચોરી થઈ, જુઓ

By

Published : Feb 5, 2022, 3:33 PM IST

સુરતઃ શહેરમાંમોબાઈલ સ્નેચરોનો આતંક સામે આવ્યો (Mobile snatcher terror in Surat) છે. પુણા વિસ્તારમાં વિદ્યાર્થીના હાથમાંથી માત્ર 2 સેકન્ડની (Student's mobile stolen in Puna area) અંદર જ મોબાઈલ ઝૂંટવી બાઈકસવાર 2 ઈસમો ફરાર થઈ (Student's mobile stolen in Surat) ગયા હતા. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ હતી.

સુરતમાં ચેઈન-મોબાઈલ સ્નેચર્સનો આતંક વધ્યોસુરતમાં ચેઈન-મોબાઈલ સ્નેચર્સનો આતંક વધ્યો

આ પણ વાંચો-સુરતમાં સ્નેચરો બેફામ, નવાપરા નજીક રાહદારી યુવકને ચપ્પના ઘા મારી તેનો માબાઈલ લૂંટી 2 સ્નેચર ફરાર

સુરતમાં ચેઈન-મોબાઈલ સ્નેચર્સનો આતંક વધ્યો

સુરત શહેરમાં મોબાઈલ અને ચેઈન સ્નેચરોનો આતંક યથાવત્ (Mobile snatcher terror in Surat) છે. લોકોના હાથમાંથી મોબાઈલ કે, પછી રાહદારીના ગળામાંથી ચેઈનની ચીલઝડપ કરી બાઈકર્સ ફરાર થઈ રહ્યા છે. ત્યારે આવી જ એક વધુ ઘટના સામે આવી છે. આ અંગે મળતી માહિતી મુજબ, પુણા વિસ્તારમાં આવેલી નાલંદા સ્કૂલ પાસે એક વિદ્યાર્થી ઉભો હતો. ત્યારે તેની પાસે બાઈક પર આવેલા 2 ઈસમો તેના હાથમાંથી મોબાઈલની ચીલઝડપ કરી ધૂમ સ્ટાઈલમાં ફરાર થઈ ગયા હતા.

આ પણ વાંચો-વેસુમાં ચેઇન સ્નેચર ગેંગનો મહિલાએ સામનો તો કર્યો જ, એકને દબોચી પણ લીધો

મોબાઈલ ઝૂંટવી ધૂમ સ્ટાઈલમાં ફરાર

આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ હતી. તેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, સવારે 6 વાગ્યાની આસપાસ વિદ્યાર્થી ઉભો છે અને તેનું ધ્યાન મોબાઈલમાં છે. તે દરમિયાન બાઈક પર આવેલા શખ્સો માત્ર 2 સેકન્ડની અંદર જ તેના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી ધૂમ સ્ટાઈલમાં ફરાર થઈ (Student's mobile stolen in Surat) ગયા હતા. ઉલ્લેખનીય છે કે, સુરત શહેરમાં મોબાઈલ સ્નેચિંગ અને ચેઈન સ્નેચિંગની ફરિયાદો પોલીસ ચોપડે નોંધાઈ રહી છે. ત્યારે આવા સ્નેચરો સામે પોલીસ કડક કાર્યવાહી કરે તેવી લોક માગ ઉઠી છે.

ABOUT THE AUTHOR

...view details