ગુજરાત

gujarat

ETV Bharat / city

ધારાસભ્ય વિનું મોરડીયાના અવાજવળો કથિત વીડિયો વાયરલ - સુરત લાઈવ સમાચાર

ભાજપના ધારાસભ્ય વિનુ મોરડિયા ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. તેમના નિવેદનનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં તેઓ કહી રહ્યા છે કે, 'જે લોકો નારાજ છે તેમને મનાવવાના દિવસો પુરા થયા છે, આડા ચાલી રહ્યા છે તેમને ભગાવી ભગાવીને તોડાવી નાખવાના છે.' આ વિડીયો અંગે વિનુ મોરડિયાએ પ્રતિક્રિયા આપી છે કે આ વિડીયો ખોટા અર્થઘટન સાથે વાયરલ થઇ રહ્યો છે.

વિનુ મોરડિયા
વિનુ મોરડિયા

By

Published : Feb 13, 2021, 8:25 PM IST

  • જે લોકો નારાજ છે તેઓને મનાવવાના દિવસો પુરા થયા છે
  • વિડીયો ખોટા અર્થઘટન સાથે વાયરલ થઇ રહ્યોઃ વિનું મોરડીયા
  • બે દિવસ પહેલા વોર્ડ નંબર 8ના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગનો આ વિડિયો હોવાનું જણાવ્યું

સુરત : સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ પ્રચાર શરૂ થઈ ગયો છે, પરંતુ આ પ્રચાર દરમિયાન નેતાઓ બેફામ વાણી વિલાસ કરતાં પણ નજરે ચડતા હોય છે અને આવો જ એક વીડિયો સુરતના ભાજપી ધારાસભ્ય વિનુ મોરડિયાનો હોવાનું કહી વાયરલ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં ધારાસભ્ય વિનુ મોરડિયા પોતાના મત વિસ્તારના ઉમેદવારોનો પ્રચાર કરતાં એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હોવાનો દાવો કરાયો છે. જેમાં વિનુ મોરડિયા કહે છે કે 'અલગ અલગ જગ્યાએ કાર્યાલયો ખોલવાની ખુજલી આવી છે. એવા તમામને તેમને જાહેર મંચ પરથી કહે છે, કે જે લોકો નારાજ છે તેમને મનાવવાના દિવસો પૂરા થયા છે. જેમને આવવું હોય તે પોતે આવી જાય, હવે તેઓ મનાવવાના નથી. આડા ચાલી રહ્યા છે તેમને ભગાવી ભગાવીને તોડાવી નાખવાના છે.'

વીડિયો વાયરલ થયા બાદ વિનું મોરડીયાની પ્રતિક્રિયા

વીડિયો વાયરલ થયા બાદ પ્રતિક્રિયા

તેમના નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ફરી એક વખત તેઓ વિવાદમાં આવ્યાં છે. આ વીડિયો વાયરલ થયાં બાદ તેમની પ્રતિક્રિયા પણ સામે આવી છે. જેમાં તેમને શા માટે આ નિવેદન આપ્યું તેનો ખુલાસો પણ કર્યો હતો. તેમને જણાવ્યું હતું કે, આ વીડિયો ખોટા અર્થઘટન સાથે વાયરલ થઇ રહ્યો છે. બે દિવસ પહેલા વૉર્ડ નંબર 8ના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગનો આ વીડિયો છે, જેમાં જે લોકો પક્ષ વિરોધી કામગીરી કરી રહ્યા છે અને પક્ષની કાર્યાલયની સામે જ કાર્યાલય ખોલ્યું છે. તેમના માટે આ નિવેદન આપ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details