ગુજરાત

gujarat

ETV Bharat / city

લોકડાઉનમાં બંધ યુનિટના લાખો રૂપિયાનું વીજ બિલ આવતા વિવર્સ અકળાઈ ગયા - surat samachar

કોરોનાના કહેર વચ્ચે છેલ્લા 72 દિવસથી દેશભરમાં લોકડાઉન છે. જેના લીધે સુરતના ટેક્સટાઈલ અને ડાયમંડ ઉદ્યોગ સંપૂર્ણ રીતે બંધ રહ્યા હતા. પરંતુ આટલા દિવસ યુનિટ બંધ હોવા છતાં લાખો રૂપિયાનું વીજળી બિલ આવતા વિવર્સ અકળાઈ ગયા છે. અનેક જગ્યાએ બેનર લગાવીને બિલનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

લોકડાઉનમાં બંધ યુનિટના લાખો રૂપિયાના વીજળી બિલ આવતા વિવર્સ અકળાઈ ગયા
લોકડાઉનમાં બંધ યુનિટના લાખો રૂપિયાના વીજળી બિલ આવતા વિવર્સ અકળાઈ ગયા

By

Published : Jun 4, 2020, 12:10 PM IST

Updated : Jun 7, 2020, 9:19 AM IST

સુરત: કોરોનાના કહેર વચ્ચે છેલ્લા 72 દિવસથી દેશભરમાં લોકડાઉન છે. જેના લીધે સુરતના ટેક્સટાઈલ અને ડાયમંડ ઉદ્યોગ સંપૂર્ણ રીતે બંધ રહ્યા હતા. પરંતુ આટલા દિવસ યુનિટ બંધ હોવા છતાં લાખો રૂપિયાનું વીજળી બિલ આવતા વિવર્સ અકળાઈ ગયા છે. અનેક જગ્યાએ બેનર લગાવીને બિલનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

આ વીજ બિલના વિરોધમાં લસકાણા વિસ્તારમાં સુરત સ્ટેશન સહિત અન્ય જગ્યાઓ પર ઠેર ઠેર બેનર લગાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા છે. આ બેનર થકી વીજ બીલ નહીં ભરવા આંદોલન શરૂ કરવામાં આવ્યા છે અને આ વીજ બિલ અંગે વિવર્સ એસોસિએશન સુરત જિલ્લા કલેકટરને રજૂઆત પણ કરશે.

લોકડાઉનમાં બંધ યુનિટના લાખો રૂપિયાના વીજળી બિલ આવતા વિવર્સ અકળાઈ ગયા
સુરતના અમરોલી અને લસકાણા વિસ્તારમાં મોટા ભાગે વિવિંગ યુનિટ આવી છે, પરંતુ લોકડાઉન દરમિયાન આ તમામ યુનિટો બંધ રહી હતી. એક દિવસ પણ આ યુનિટો ચાલુ રહી નહતી તેમ છતાં DGVCL દ્વારા અનેક વિવિંગ યુનિટોને લાખો રૂપિયાના વીજળી બિલ મોકલી દેવામાં આવ્યા છે. લાખો રૂપિયાના વીજળી બિલ લોકડાઉન દરમિયાન જોઈ વિવર્સ અકળાઈ ગયા છે.

સુરત વિવર્સ એસોસિએશને આ અંગે સુરત જિલ્લા કલેકટરને રજૂઆત કરી નિરાકરણ લાવવા જણાવ્યું છે. એક લાખથી વધુ વીજ બિલ જોઈ વિવર્સ પણ રોષે ભરાયા છે. સુરતના લસકાણા અને અમરોલી વિસ્તારમાં વિવર્સ દ્વારા અનેક જગ્યાએ બેનર લગાવી વીજળી બિલનો વિરોધ નોંધાયો છે.

Last Updated : Jun 7, 2020, 9:19 AM IST

ABOUT THE AUTHOR

...view details