ગુજરાત

gujarat

ETV Bharat / city

કરંજ જીઆઇડીસીમાંથી લાખો લિટર શંકાસ્પદ બાયોડીઝલ ઝડપાયું - State Monitoring Cell

સુરત જિલ્લાના માંડવી તાલુકાના કરંજ ગામની જીઆઇડીસીમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા શંકાસ્પદ બાયોડીઝલ બનાવતી ફેકટરી ઝડપી લેવામાં આવી હતી. તપાસ દરમિયાન 5થી વધુ ટેન્કરો મોટી માત્રામાં શંકાસ્પદ બાયોડીઝલ ભરેલા ઝડપાયા હતાં.

કરંજ જીઆઇડીસીમાંથી લાખો લિટર શંકાસ્પદ બાયોડીઝલ ઝડપાયું
કરંજ જીઆઇડીસીમાંથી લાખો લિટર શંકાસ્પદ બાયોડીઝલ ઝડપાયું

By

Published : Aug 11, 2021, 3:20 PM IST

  • માંડવીની કરજ જીઆઇડીસીમાં સ્ટેટ મોનિટરિંગ ટીમનો દરોડો
  • તપાસમાં લાખો લિટર શંકાસ્પદ બાયોડીઝલ ઝડપ્યું
  • 5થી વધુ ટેન્કરો મોટી માત્રામાં ભરેલા ઝડપાયા



સુરતઃ માંડવી તાલુકાના કરંજ જીઆઇડીસીમાં રાત્રિના 12થી 2 વાગ્યાના સમયગાળામાં સ્ટેટ મોનિટરિંગની ટીમે શંકાસ્પદ બાયોડીઝલ બનાવતી કંપનીમાં દરોડા પાડ્યાં હતાં.સ્ટેટ મોનિટરિંગની ટીમ ફેકટરીમાં પ્રવેશતા જ શંકાસ્પદ બનતા બાયોડીઝલની સાધન સામગ્રી જોઈને ચોકી ઉઠી હતી. ફેકટરીમાં ચેક કરતાં 5થી વધુ ટેન્કરો મોટી માત્રામાં ભરેલા ઝડપાયા હતાં તેમ જ ફેકટરીમાં શંકાસ્પદ કેમિકલ મળી આવતા ટીમ દ્વારા તાત્કાલિક એફએસએલની ટીમને જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ફેક્ટરીથી પંપો પર બાયોડીઝલ સપ્લાય થતું હોવાની પોલીસને શંકા છે.

ગુજરાતનું સૌથી મોટું બાયોડીઝલ કૌભાંડ હોવાની શક્યતા

હાલ તાજેતરમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા બાયોડીઝલના નામે વેચવામાં આવતા ભળતા પદાર્થનું અનઅધિકૃત વેચાણ તાત્કાલિક અસરથી બંધ કરવા સ્પષ્ટ સૂચના આપતા સુરત જિલ્લામાં જવાબદાર અધિકારી દ્વારા તવાઈ બોલવામાં આવી હતી. એક પછી એક બાયોડીઝલ વેચતા પમ્પો ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે આજરોજ મોડી રાત્રિએ સ્ટેટ મોનિટરિંગ ટીમે પકડેલું બાયોડીઝલનું કૌભાંડ ગુજરાતનું સૌથી મોટું કૌભાંડ હોવાની શક્યતાઓ સેવાઇ રહી છે. સ્ટેટ મોનિટરિંગની ટીમને શંકા છે કે આ ફેક્ટરીમાંથી જ આજુબાજુના વિસ્તારમાં બાયોડીઝલ સપ્લાય થતો હશે.

આ પણ વાંચોઃ ધરમપુરના લાકડમાળમાં પરમિટ વગર બાયોડીઝલ બનાવતા બે આરોપીની SOG પોલીસે ધરપકડ કરી

આ પણ વાંચોઃ Ahmedabad ATSની ટીમે ખંભાતમાં ઝડપી પાડ્યું બાયોડીઝલ કૌભાંડ

ABOUT THE AUTHOR

...view details