ગુજરાત

gujarat

By

Published : Aug 10, 2021, 10:46 PM IST

ETV Bharat / city

Exclusive: મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ જ્યાં મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટેશન હબ બનવાનું છે ત્યાં 125 મકાનની ચાલી, સંપાદન પ્રક્રિયા '0'

સુરત મેટ્રો ટ્રેન પ્રોજેક્ટમાં એક બાદ એક અડચણ સામે આવી રહી છે. મેટ્રો અંડરગ્રાઉન્ડ માટે ટેસ્ટિંગ થઈ ગયું છે. ફિઝિકલ માપણી પણ કરવામાં આવી છે પરંતુ સૌથી અગત્યની વાત આ છે કે અત્યાર સુધી આ પ્રોજેક્ટ હેઠળ એક પણ સંપત્તિનું સંપાદન કરવામાં આવ્યું નથી. ત્યાં 125થી પણ વધુ મકાન છે.અત્યાર સુધી સંમતિ પત્ર મળ્યાં નથી અને લોકો પોતાની સંપત્તિ આપવા તૈયાર પણ નથી.

મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ જ્યાં મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટેશન હબ બનવાનું છે ત્યાં 125 મકાનની ચાલી, સંપાદન પ્રક્રિયા '0'
મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ જ્યાં મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટેશન હબ બનવાનું છે ત્યાં 125 મકાનની ચાલી, સંપાદન પ્રક્રિયા '0'

  • ગોકળગાયની ગતિએ ચાલી રહ્યું છે સુરત મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ કાર્ય
  • ડીપીઆરમાં જે જગ્યાએ મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટેશન હબ તૈયાર કરવાની વાત કરવામાં આવી
  • 125થી પણ વધુ મકાન છે જ્યાંથી અત્યાર સુધી સંમતિપત્ર મળ્યાં નથી

સુરત : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેટ્રો ટ્રેન પ્રોજેક્ટના પ્રથમ ફેઝનું ખાતમુહૂર્ત કર્યું હતું. લોકોને આશા હતી કે વર્ષ 2022 સુધી આ પ્રથમ ફેઝ પૂર્ણ થઇ જશે. પરંતુ જે રીતે કામગીરી ચાલી રહી છે તેનાથી કહી શકાય કે ' બહુત કઠિન હૈ ડગર પનઘટ કી.. કારણ કે આ પ્રોજેક્ટ હેઠળ અનેક જગ્યાએ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. પરંતુ મહત્વની વાત આ છે કે મેટ્રો પ્રોજેક્ટના ડીપીઆરમાં જે જગ્યાએ મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટેશન હબ તૈયાર કરવાની વાત કરવામાં આવી છે ત્યાં 125થી પણ વધુ મકાન છે જેના અત્યાર સુધી સંમતિપત્ર મળ્યાં નથી અને લોકો પોતાની સંપત્તિ આપવા તૈયાર પણ નથી.
સુરત મેટ્રો ટ્રેન પ્રોજેક્ટમાં એક બાદ એક અડચણ સામે આવી

મેટ્રો અંડરગ્રાઉન્ડ માટે ટેસ્ટિંગ થઈ ગયું છે. ફિઝિકલ માપણી પણ કરવામાં આવી છે પરંતુ સૌથી અગત્યની વાત આ છે કે અત્યાર સુધી આ પ્રોજેક્ટ હેઠળ એક પણ સંપત્તિનું સંપાદન કરવામાં આવ્યું નથી. લંબે હનુમાન રોડ પાસેથી પસાર થનાર અંડરગ્રાઉન્ડ ટ્રેકની ઠીક બાજુમાં ખારવા ચાલ આવેલી છે. ડીપીઆર જોતાં ખબર પડે છે કે અહીં કોઈ વસતી નથી જેની પાછળનું કારણ મેટ્રો પ્રોજેક્ટની અધિકારીઓએ જણાવ્યું છે કે આ ફ્યુચર ડેવલપમેન્ટ હેટળનો નકશો છે. પરંતુ આ જગ્યાએ 100 વર્ષથી પણ વધુ સમયથી 125થી વધુ મકાન લોકો રહે છે. પરંતુ તેઓ મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ માટે પોતાનું મકાન આપવા તૈયાર જ નથી પ્રોજેક્ટ હેઠળ એક પણ ઇંચ જમીનનું સંપાદન થઈ શક્યું નથી.
ચાલની બહાર જ અંડરગ્રાઉન્ડ ટ્રેકની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે
ખારવા ચાલમાં રહેતા અનેક લોકોને ખબર જ નથી કે તેમનું મકાન પ્રોજેક્ટ હેઠળ સંપાદિત કરવામાં આવશે અને જે લોકોને ખબર છે તેઓ પોતાની સંપત્તિ આપવા તૈયાર જ નથી. કારણ કે તેઓને પોતાના પરિવાર ભવિષ્યને લઈને ભય છે. ચાલની બહાર જ અંડરગ્રાઉન્ડ ટ્રેકની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. પરંતુ અત્યાર સુધી સંપાદન ન થવાના કારણે મેટ્રો પ્રોજેક્ટ ક્યારે પૂર્ણ થશે એ ચોક્કસ કહી શકાય નહીં. કેટલાક સ્થાનિક લોકો હાઇકોર્ટ સુધી ગયા છે. વારંવાર આ અંગે લેખિત રજૂઆત પણ કરી છે લેખિત રજૂઆતમાં મેટ્રો ટ્રેન પ્રોજેક્ટના અધિકારી સત્યપ્રકાશ ઝા દ્વારા જણાવવામાં આવ્યું છે કે યોગ્ય વળતર આપી સંપાદનની પ્રક્રિયા હાથ ધરાશે. જોકે આ અંગે તેઓએ ETV Bharat ને જન સંપર્ક અધિકારીનો સંપર્ક કરવા જણાવ્યું હતું.

અંડરગ્રાઉન્ડ ટ્રેકની ઠીક બાજુમાં ખારવા ચાલ આવેલી છે
ડીપીઆરમાં માત્ર ચારથી પાંચ મકાન બતાવવામાં આવ્યાંસ્થાનિક નિવાસી ઇમરાને જણાવ્યું હતું કે તેઓએ ઓનલાઇન જે ડીપીઆર મૂક્યો છે તે મુજબ વાત કરીએ તો અહીં 125થી વધુ મકાન આવેલ છે અને ડીપીઆરમાં માત્ર ચારથી પાંચ મકાન બતાવવામાં આવ્યાં છે. ડીપીઆ માં ખાલી જગ્યા બતાવવામાં આવી છે. સો વર્ષ પહેલાંથી જ અહીં લોકો રહે છે. લાઈટબિલ વેરાબિલ ભરીએ છીએ. અમને લાગે છે કે ઇરાદાપૂર્વક ડીપીઆરમાં ખાલી જગ્યા બતાવવામાં આવી છે. ડીપીઆર મુજબ અહીં એન્ટ્રી અને એક્ઝિટ બનશે. બાજુમાં રેલવેની ખાલી જમીન છે તેનો ઉપયોગ આ લોકો કરી રહ્યાં નથી. આખી વસ્તીને આ લોકો ડિસ્ટર્બ કરી રહ્યાં છે. અહીં આ પ્રોજેક્ટના કારણે 125 મકાનમાં રહેતાં લોકો અસરગ્રસ્ત થશે.. સમગ્ર બાબતે અમે અનેકવાર અરજી કરી છે. પ્રથમવાર જે જવાબ મળ્યો છે તે પણ 6 મહિના બાદ મળ્યો છે. અમે તમામ હાઇકોર્ટ સુધી જવાની તૈયારી કરી છે.અમારી વસતીને તેઓ ખાલી કરવા માગે છે.જુબેર પટેલે જણાવ્યું હતું કે અમારો પરિવાર 1945થી અહીં રહે છે. અંગ્રેજોના સમયથી અમારૂં મકાન છે અમારી બાજુમાં રેલવેની જગ્યા છે આગળ પાલિકાની જગ્યા છે અને સામે ડેપો છે તેમ છતાં અમારી વસતીને તેઓ ખાલી કરવા માગે છે અન્ય સ્થાનિક ગણપત ગોવિંદ પટેલે જણાવ્યું હતું કે અમે 1950થી અહીં રહીએ છીએ. આ લોકો જગ્યા માગે છે અમે ના પાડીએ છીએ..એક પણ મિલકતનું સંપાદન થયું નથી.મેટ્રો ટ્રેન પ્રોજેક્ટના જનસંપર્ક અધિકારી અંકુર પાઠકે ETV Bharatને ટેલિફોનિક માહિતી આપતા જણાવ્યું હતું કે, જે ડીપીઆર છે તે સુપર ઈમ્પોઝ કરવામાં આવ્યું છે. જે સપોઝ ફ્યુચર ડેવલપમેન્ટ છે. જેના કારણે કોલોની વિઝિબલ નથી. હાલ લોકો ત્યાં રહે છે. સંપદાનની પ્રક્રિયા હાથ ધરાશે અને તેમને કાયદાના મુજબ વળતર મળશે. અત્યાર સુધી આ પ્રોજેક્ટ હેઠળ એક પણ મિલકતનું સંપાદન થયું નથી. હાલ આ પ્રક્રિયા અંડર પ્રોસેસ છે. ખારવા ચાલથી લઈને રેલવે બ્રિજ સુધી બે એન્ટ્રી એક્ઝિટ છે. 40.35 કિમીનો આ પ્રથમ ફેેઝ છે. કુલ 38 સ્ટેશન હશે. ડીપીઆરમાં જે ખાલી જગ્યા બતાવવામાં આવી છે ત્યાં મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટેશન હબ બનશે.સંપાદન પ્રક્રિયા માટે લોકો સહમત નથીખાસ કરીને અલથાણ અને ગ્રીન સિટી પ્રોજેક્ટની પાસે કામગીરી રોકી દેવામાં આવી છે. ઘણા સમયથી આ રૂટ પર કામગીરી ચાલી રહી નથી. બીજી બાજુ સંપાદન પ્રક્રિયા શૂન્ય છે જે લોકો સદીથી પરિવાર સાથે જે જગ્યાએ રહેતાં આવ્યાં છે તેઓ પણ સંપાદન પ્રક્રિયા માટે સહમત નથી અને સંમતિપત્ર પણ આપ્યું નથી..આ પણ વાંચોઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત પહેલા વડાપ્રધાન મોદી દ્વારા સુરત મેટ્રો ટ્રેન પ્રોજેક્ટનું વર્ચ્યુઅલ ભૂમિપુજન

આ પણ વાંચોઃ Surat Metro Rail Project: 2500થી વધુ વૃક્ષોને તેના રૂટમાં ન આવે તે માટે હટાવવામાં આવશે

ABOUT THE AUTHOR

...view details