સુરત:શહેરના અઠવાલાઇન્સ વિસ્તારમાં(Athwalines area of Surat city) આવેલી મેટાસ સ્કૂલ દ્વારા ફી જમા હોવા છતાં કુલ 500 જેટલા વિદ્યાર્થીઓને આગળ ક્લાસમાં એડમિશન ન આપતા વાલીઓ દ્વારા સ્કૂલની બહાર જ રામધૂન ગઇ વિરોધ દર્શાવ્યો હતો. જેને લઈને મોટી સંખ્યામાં વાલીઓ એકઠા થઇ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીએ રજૂઆત કરવા ગયાં હતાં.
Metas School in Surat: સ્કૂલમાં વિદ્યાર્થીઓનું એડમિશન અટકાવ્યું, સ્કૂલ બહાર વાલીઓનો રામધૂન કરી વિરોધ - વિદ્યાર્થીઓના એડમીશન અટકવામાં આવ્યું
સુરત શહેરની મેટાસ સ્કૂલમાં વિદ્યાર્થીઓની ફી જમા(Deposit student fees in school) હોવા છતાં આગળના ક્લાસમાં એડમિશન ન આપતા વાલીઓ રોષે ભરાયાં(parents were resentment) હતાં.વાલીઓએ સ્કૂલ બહાર રામધૂન ગાઈ શાળા બહાર વિરોધ દર્શાવ્યો હતો.
![Metas School in Surat: સ્કૂલમાં વિદ્યાર્થીઓનું એડમિશન અટકાવ્યું, સ્કૂલ બહાર વાલીઓનો રામધૂન કરી વિરોધ Metas School in Surat: સ્કૂલમાં વિદ્યાર્થીઓનું એડમિશન અટકવામાં આવ્યું તેથી સ્કૂલ બહાર વાલીઓ રામધૂન કરી વિરોધ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14861925-thumbnail-3x2-srt-aspera.jpg)
કુલ 500 જેટલા વિદ્યાર્થીઓનું એડમિશન અટકવામાં આવ્યું છે - અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલી મેટાસ સ્કૂલ આવેલી છે. વાલીઓએ જણાવ્યું કે સ્કૂલ દ્વારા આગળના ધોરણમાં જવા માટે(To go to next standard) વિદ્યાર્થીઓના એડમીશન અટકવામાં આવ્યું (Admission of students was stopped) છે. આ બાબતને લઈને અમે શાળા સંચાલક અને પ્રિન્સિપલ પાસે ગયા પણ તેઓ અપને કોઈ પ્રકારનો જવાબ આપ્યો નહીં કેે મળવા પણ દેવામાં આવ્યાં નહીં.સવારે 8 વાગેથી અમે સ્કૂલમાં બેઠા હતાં અને જે મુદ્દો લઈને આમે જિલ્લા શિક્ષણ અધિકારી કેચેરી આવ્યા છીએ. અમારી માગ છે કે અમારા બાળકોનું એડમિશન જે અટકવામાં આવ્યું છે તે ચાલુ કરવામાં આવે હાલ અમે 40 જેટલા વાલીઓ છે અને કુલ 500 જેટલા વિદ્યાર્થીઓનું એડમિશન અટકાવવામાં આવ્યું છે.
આ પણ વાંચો:પોરબંદરઃ જે. વી. ગોઢાણીયા ઈંગ્લીશ સ્કૂલમાં વાલીઓએ સ્કૂલ ફી મામલે હોબાળો મચાવ્યો
નવા વર્ષનું શૈક્ષણિક પરમીટ કાર્ડ આપવું જોઈએ તે શાળા તરફથી અટકાવવામાં આવ્યું છે -આ બાબતે વાલી ચિરાગ ઠક્કરે જણાવ્યું કે મારી છોકરી હાલ 6 ધોરણમાં હતી અને હવે તે 7માં ધોરણમાં આવી છે. નવા વર્ષનું શૈક્ષણિક પરમીટ કાર્ડ આપવું જોઈએ તે શાળા તરફથી અટકાવવામાં આવ્યું છે. અમારી ફી જમા જ છે. તેમ છતાં પરમીટ કાર્ડ આપવામાં આવ્યું નથી એનાથી અમારા બાળકોનું શિક્ષણ બગડશે. સ્કૂલમાં પ્રિન્સિપલને મળવા દેવામાં આવ્યાં નથી એટલે અમે હાલ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીએ આવ્યા છીએ.