ગુજરાત

gujarat

ETV Bharat / city

Message to Fund BJP Case : સુરત ભાજપની માર્કેટ કમિટીના સભ્ય દિનેશ રાઠોડની ધરપકડ, પાર્ટી ફંડનો ખોટો મેસેજ કર્યો હતો વાયરલ

ભાજપને પાર્ટી ફંડ પેટે ડોનેશન (Message to Fund BJP Case ) આપવા મેસેજ વાઈરલ કરનારા માર્કેટ કમિટીના સભ્ય દિનેશ રાઠોડની ધરપકડ કરવામાં આવી છે. શહેર ભાજપ પ્રમુખ નિરજન ઝાંઝમેરાએ પોલીસ ફરિયાદ નોધાવતાં પોલીસે રાઠોડની (Surat BJP market committee member Dinesh Rathore arrested) ધરપકડ કરી છે.

Message to Fund BJP Case : સુરત ભાજપની માર્કેટ કમિટીના સભ્ય દિનેશ રાઠોડની ધરપકડ, પાર્ટી ફંડનો ખોટો મેસેજ કર્યો હતો વાયરલ
Message to Fund BJP Case : સુરત ભાજપની માર્કેટ કમિટીના સભ્ય દિનેશ રાઠોડની ધરપકડ, પાર્ટી ફંડનો ખોટો મેસેજ કર્યો હતો વાયરલ

By

Published : Mar 5, 2022, 4:23 PM IST

સુરત : ટેક્સટાઈલ માર્કેટના વેપારીઓને દુકાન દીઠ એક લાખ રૂપિયા ભાજપને પાર્ટી ફંડ પેટે ચેકથી ડોનેશન આપવા માટેનો ખોટો મેસેજ (Message to Fund BJP Case) વાઈરલ કરનારા માર્કેટ કમિટીના સભ્ય દિનેશ રાઠોડ સામે શહેર ભાજપ પ્રમુખ નિરજન ઝાંઝમેરાએ (Surat city BJP president Nirjan Zanzmera)પોલીસ ફરિયાદ નોધાવી છે. પોલીસે તેની (Surat BJP market committee member Dinesh Rathore arrested)ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

ભાજપને 1 લાખ પાર્ટી ફંડનો મેસેજ કરાયો હતો

શહેર ભાજપે માર્કેટના વેપારીઓ પાસેથી કોઈ પણ પ્રકારનું ડોનેશન કે પાર્ટી ફંડ ઉઘરાવવાની જાહેરાત કરી નથી. તેમ છતાં સુરત ટેક્સટાઈલ માર્કેટ એન્ડ વેર હાઉસ સોસાયટીના સભ્ય દિનેશ મીઠાલાલ રાઠોડે (Surat BJP market committee member Dinesh Rathore arrested)માર્કેટના વેપારીઓને ગુમરાહ કરવા ખોટો મેસેજ (Message to Fund BJP Case) વાયરલ કર્યો હતો. જેમાં 1 લાખ રૂપિયાનો ચેક ભાજપને પાર્ટી ફંડના નામે આપવાનું લખાણ લખાયું હતું. આ મેસેજ વાયરલ થતા ભારે વિવાદ ઉભો થયો હતો. વિપક્ષ દ્વારા પણ આ મામલે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો હતો.

ભાજપની સ્પષ્ટતા

જો કે ભાજપ દ્વારા આવી કોઈ (Message to Fund BJP Case) સૂચના કે ફંડ કે ડોનેશન લેવાની જાહેરાત કરાઈ ન હોય શહેર ભાજપ પ્રમુખ નીરજન ઝાંઝમેરાએ (Surat city BJP president Nirjan Zanzmera)આ મામલે સલાબતપુરા પોલીસ મથકમાં દિનેશ મીઠાલાલ રાઠોડ (Surat BJP market committee member Dinesh Rathore arrested)સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.

આ પણ વાંચોઃ Surat textile market controversy : સુરત ટેક્સટાઈલ માર્કેટની લીઝ સામે 1 લાખ ભાજપને આપવાનો મેસેજ વાયરલ થતાં વિવાદ

મેસેજ વાયરલ કરવામાં આવ્યો

ભારતીય જનતા પાર્ટી પક્ષની છબી ખરડાવી પ્રતિષ્ઠાને નુકશાન પહોચાડવાના ઈરાદે આ મેસેજ (Message to Fund BJP Case) વાયરલ કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું છે. પોલીસે આ મામલે દિનેશ કુમાર મીઠાલાલ રાઠોડની ધરપકડ (Surat BJP market committee member Dinesh Rathore arrested)કરી છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચોઃ ‘આપ’નું જુંઠાણું: એક પણ ભાજપ કાર્યકર નથી જોડાયો આપમાં-નિરંજન ઝાંઝમેરા

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details