સુરતઃ જિલ્લામાં કોરોના કાળમાં લોકોની આર્થિક સ્થિતિ દયનીય બની છે. શાળાઓ અને કોલેજની ફી ભરવા માટે લોકોની આર્થિક રીતે કમજોર છે. ખાસ કરીને મેડિકલ કોલેજમાં ભણવા આવતા વિદ્યાર્થીઓ પણ આવી કફોડી સ્થિતીમાં પસાર થઇ રહ્યા છે.
મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓએ સેમેસ્ટર ફી મુદ્દે અમિત ચાવડાને કરી રજૂઆત - કોલેજના ડીન
સુરતના સ્મીમેર હોસ્પિટલમાં મેડિકલ કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ અને તેમના પરિવાર હાલ સેમેસ્ટર ફી ભરવા માટે સક્ષમ નથી. વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ નહીં આવતા બુધવારના મેડિકલ કોલેજના બે વિદ્યાર્થીઓએ સુરત આવેલા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને આ અંગે રજૂઆત કરી હતી.
કોરોના કાળમાં લોકડાઉન અને અનલોક 1 અને 2માં લોકોની આર્થિક પરિસ્થિતિ બગડી છે. એક તરફ શાળાઓની ફી ન ભરવા અંગે આંદોલન કરવામાં આવ્યા છે, ત્યારે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ પણ ફી ભરી શકે એવી સ્થિતિમાં નથી. મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓએ આ અંગે કોલેજના ડીન સહિત મેયરને પણ રજૂઆત કરી હતી. પરંતુ યોગ્ય નિકાલ ન આવતા આખરે સ્મીમેર હોસ્પિટલની મુલાકાતે આવેલા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને રજૂઆત કરી હતી અને આશા રાખી હતી કે, સરકાર પાસે તેઓ આ અંગે રજૂઆત કરે.
મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓએ જણાવ્યું કે, આવા કપરા સમયમાં પરિવાર લાખોની ફી ભરી શકે એમ નથી એવું જ નહીં વારંવાર રજૂઆત કરવા છતાં અત્યાર સુધી યોગ્ય જવાબ આપવામાં આવ્યો નથી. આ સાથે ફી ભરવા પર રોજના લેટ ફી પણ વસૂલવામાં આવે છે. પરિવાર ઉપર અન્ય ખર્ચના ભારણ પણ છે તેમ છતાં મેડિકલના વિદ્યાર્થીઓની આ સમસ્યા તંત્ર સાંભળી રહ્યું નથી.