- વેક્સિન લીધા બાદ 22 વર્ષના વિદ્યાર્થીનું મોત
- સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા M.Comના વિદ્યાર્થીનું મોત
- વિદ્યાર્થીએ ગત 27મી ઓગસ્ટના રોજ વેક્સિન લીધી હતી
- વેક્સિન લીધા બાદ સતત બીમાર રહેતો હતો વિદ્યાર્થી
સુરત: પાંડેસરા વિસ્તારમાં આવેલા પટેલ ફળીયામાં રહેતો રોહિત ભારદ્વાજ શહેરની લાલબંગલા પાસે આવેલી એસ.પી.બી કૉલેજમાં M.Comમાં અભ્યાસ કરતો હતો. આ દરમિયાન રોહિતે કૉલેજમાં જ વેક્સિન મૂકાવી હતી. ઘરે ગયા બાદ પેટમાં દુ:ખાવો તથા તાવ આવી જતા તે ઘરમાં જ આરામ કરતો હતો. પેટમાં દુ:ખાવો બંધ થઇ ગયો હતો, પરંતુ તાવ જતો નહોતો. તે 9 દિવસથી બીમાર હતો. તેણે 27મી ઓગસ્ટના રોજ વેક્સીન મૂકાવી હતી. ત્યારબાદ તેની તબિયત સતત ખરાબ રહેતી હતી.
સિવિલ હૉસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ મોત
સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ પટેલ ફળીયામાં રહેતો રોહિત ભરદ્વાજ શહેરની લાલબંગલા પાસે આવેલ એસ.પી.બી કોલેજમાં M.Comમાં અભ્યાસ કરતો હતો. તેણે 27મી ઑગસ્ટના રોજ કૉલેજમાં જ વેક્સિન મૂકાવી હતી. ત્યારબાદથી તેની તબિયત સતત બગડેલી રહેતી હતી અને અંતે 9 દિવસ બાદ તેને સુરત સિવિલ હૉસ્પિટલમાં સારવાર માટે લાવવમાં આવ્યો હતો. અહીં ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું.
વેક્સિન મૂકાવી એટલે જ મોત થયું છે