ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતમાં આપના કોર્પોરેટર દ્વારા ફેસબુક લાઈવ કરતા મામલો બિચક્યો

સુરતમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરનો વરાછા ઝોનમાં અધિકારી સાથે ફેસબુક લાઈવ કરતા મામલો બિચક્યો હતો. આ ઘટનામાં કાપોદ્રાની નીલકંઠ સોસાયટીના રસ્તાનો વિવાદ કાયદાની ગુંજમાં હોવા છતાં અધિકારી સાથે આપના કોર્પોરેટર માથાકૂટ કરી વિડીયો બનાવ્યો હતો. આથી, મામલો ગરમાયો હતો.

સુરતમાં આપના કોર્પોરેટર દ્વારા ફેસબુક લાઈવ કરતા મામલો બિચક્યો
સુરતમાં આપના કોર્પોરેટર દ્વારા ફેસબુક લાઈવ કરતા મામલો બિચક્યો

By

Published : Jun 19, 2021, 5:48 PM IST

  • આપના કોર્પારેટર દ્વારા ફેસબુક લાઈવ કરતા મામલો બિચક્યો
  • સરકારી ઓફિસમાં ફેસબુક લાઈવ કરતાં થઈ માથાકૂટ
  • અધિકારીઓ ભેગા થતાં કોર્પોરેટર વાવલિયાએ ચાલતી પકડી

સુરત: વરાછા ઝોનમાં અધિકારી સાથે ફેસબુક લાઈવ કરતા મામલો બિચક્યો હતો. આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર ચાર કાપોદ્રાના કોર્પોરેટર ધર્મેશ વાવલિયા વરાછા A ઝોનના કાર્યપાલક ઈજનેર સામે નીલકંઠ સોસાયટીનો રસ્તા બનાવવાના મુદ્દે સવાલો કર્યા હતા. જેમાં તેઓને જણાવવામાં આવ્યું હતું કે, આ સમગ્ર મામલે કોર્ટ કેસ ચાલે છે અને કોર્ટમાંથી એક્સપ્રેસ હુકમ લેવાનો રહે છે. આમ છતાં અમે કમિશ્નર પાસે આ મુદ્દે ઉકેલ માગ્યો છે અને કમિશ્નરે ટાઉન પ્લાનિંગ વિભાગનો અભિપ્રાય પૂછ્યો છે. જોકે, કોર્પોરેટર ધર્મેન્દ્ર વાવલીયા આખી બાબત સમજવા તૈયાર નહોતા આ દરમિયાન તેઓના સાથીદારે વીડિયો ઉતારવાનું શરૂ કરતા મામલો ગરમાયો હતો. વીડિયો ઉતારવા સાથે આ સાથીદારે ફેસબુક લાઈવ પણ શરૂ કર્યું હતું. જેને પગલે બબાલ થઈ હતી.

સુરતમાં આપના કોર્પોરેટર દ્વારા ફેસબુક લાઈવ કરતા મામલો બિચક્યો

આ પણ વાંચો:Sexual Harassment Case Jamnagar: કોણ છે મુખ્ય સુત્રધાર ?, જાણો...

મને પૂછો અને હુંં જવાબ આપીશ એમાં વીડિયોનું શું કામ: ઇજનેર

આ બાબતમાં વીડિયો સામે ધર્મેન્દ્ર બાવલિયે કહ્યું હતું કે, આજે જ એનો ઉકેલ લાવો સોમવારે રજૂઆત થાય અને મંગળવારે મંજૂરી સાથે કામ શરૂ થઈ જવું જોઈએ. થોડા દિવસો પહેલા રસ્તાને મેયરના નામ પરથી બોઘા વાલા માર્ગ નામકરણ પણ આપ પાર્ટી દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યપાલક ઇજનેર અમિત દેસાઈએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ ઘટનામાં સૌપ્રથમ સિક્યુરિટીને બોલાવીને ફોન લઈ લેવા તાકીદ કરી હતી. જેમાં, થોડીવાર હોબાળા સાથે વાતાવરણ ઉગ્ર થઇ ગયુંં હતું. આ તકે, અમિત દેસાઈએ કહ્યું હતું કે કામ અંગે તમે મને પૂછો અને હુંં જવાબ આપું તો એમાં વીડિયોનો શું કામ છે.

આ પણ વાંચો:શંકરસિંહ વાઘેલાને ક્યારનું કોંગ્રેસમાં આવું છે, પણ નિર્ણય હાઇ કમાન્ડ પર આધારિત : કોંગ્રસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા

આ સમગ્ર મામલે થઈ હતી બબાલ

ફાઇનલ ટીપી સ્કીમ નંબર 16 કાપોદ્રા ખાતે આવેલા નીલકંઠ સોસાયટીનો હયાત રસ્તો નજીકના પ્લોટ ધારકને વેરિયેશન કરીને આપી દેવાયો છે. આ ટી.પી સ્કીમ વર્ષ 1997-98 માં ફાઇનલ થઇ ત્યારે અહીં ડામરનો રસ્તો ન હતો. તે સમયે આ જગ્યા પ્લોટ ધારકોને આપવામાં આવી હતી. ત્યારે, અહીં ટી.પી.રોડ બનાવતા પ્લોટ ધારકો ફાઇનલ ટીપી સ્કીમમાં વેરિયેશન કરીને આ રસ્તાની જગ્યાની માંગ કરી હતી. જેથી મનપાએ વેરીએશન મંજૂર કર્યું અને બાદમાં સરકારે પણ આ વેરિએશન મંજૂર કરી દેતા આ રસ્તાની બાજુની કાચી જગ્યામાં રસ્તો બનાવવાનો રહે છે. જોકે, વેરિએશનથી રસ્તાની જગ્યા ખાનગી પ્લોટ ધારકોને અપાતા સોસાયટીના લોકો કોર્ટમાં ગયા હતા.

ABOUT THE AUTHOR

...view details