- ઓનલાઈન શિક્ષણમાં વિશ્વાસ રાખે છે વાલીઓ
- માસ પ્રમોશનમાં જ દરેકનો લાભ છે: વાલી
- 9ના વિદ્યાર્થીઓએ 10માં ઘોરણ માટે ઘરે જ શરૂ કર્યો અભ્યાસ
સુરત: શહેરના અલગ અલગ વિસ્તારના વાલીઓ દ્વારા એમ કહેવામાં આવ્યું કે, 15 એપ્રિલે રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓને લઈને જે પણ નિર્ણય કરવામાં આવ્યો છે તે ખૂબ જ આવકારદાયક નિર્ણય લેવામાં આવ્યો છે. આ કોરોના મહામારીમાં વિદ્યાર્થીઓનું એમ પણ એક વર્ષ બગડી ગયું છે, ત્યારે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપીને રાજ્ય સરકારે ખુબ જ સરસ પગલાં લીધા છે.
સુરતના વાલીઓનું મત
સુરતના ભટાર વિસ્તારમાં રહેતા રોહિણીબેન ચેવલી દ્વારા કહેવામાં આવ્યું કે, રાજ્ય સરકારે જે પણ નિર્ણય કર્યો છે ખુબ જ સરસ છે, જે 1થી 9 અને 11 ધોરણના વિદ્યાર્થીઓને જે માસ પ્રમોશન કરવામાં આવ્યું છે, તે ખૂબ જ આવકારદાયક નિર્ણય છે. પરિક્ષા તો ખાસ કરીને લેવામાં આવે તો સારું છે. ઓનલાઇન એકઝામ હોય કે ઓફલાઈન ઍક્ઝામ હોય વિદ્યાર્થીઓને કોઈ ફરક પડવાનો નથી. એનાથી માસ પ્રમોશન આપવામાં આવ્યું એ ખુબ જ સરસ નિર્ણય કહેવાય.
આ પણ વાંચો:MS યુનિવર્સિટીમાં NSUI તેમજ AGSUના નેતાઓએ માસ પ્રમોશન આપવાની માગ કરી
વિદ્યાર્થીઓ ઘરે રહી આનંદથી ભણી શકે છે
સુરતના અડાજણ વિસ્તારના વાલી હિરલબેન માખળી દ્વારા એમ કહેવામાં આવ્યું કે, રાજ્ય સરકાર ખૂબ જ સરસ નિર્ણય લીધો છે. જેથી છોકરાઓમાં કોરોના સંક્રમણ વધતું જાય છે એટલે ઓનલાઈન શિક્ષણ મળે છે તે પણ ખૂબ જ સરસ છે અને એ લોકોને જે માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. એટલે છોકરાઓને ઘરેથી ભણવાની પણ હિંમત ઓનલાઇન દ્વારા છોકરાઓ ખુબજ સરસ રીતે અભ્યાસ કરી શકે છે. આજે સરકાર કડક નિર્ણય લીધો છે કે, છોકરાઓ ઓનલાઇન કે ઑફલાઇન સ્કૂલે જઈને એક્ઝામ આપે તો કોઈ એક છોકરાને પણ કોરોના થાય તો એ કોરોનાની ચેન વધતી જાય છે એના કરતા ઘરે શિક્ષણ આપવામાં આવે તો ખૂબ જ સારું નોલેજ શિક્ષકો તરફથી મળી રહે અને જે રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો કોરોના મહામારીના કારણે માસ પ્રમોશન નિર્ણય એ ખુબ જ સારો છે. છોકરાઓને પણ ખૂબ જ આનંદ આવે છે અને ભણી શકે છે.