- પ્રથમ ડોઝ 18 વર્ષથી ઉપરના 75 ટકા લોકોને લાગી ચૂક્યો છે
- બીજો ડોઝ પણ 30 ટકાથી વધારે લોકોને લાગી ચૂક્યો છે
- કુલ મળીને 97 કરોડ ડોઝ લગાવી દેવામાં આવ્યા
- નેઝલ વેક્સિન થર્ડ ટ્રાયલનો ડેટા સબમિટ થઈ રહ્યો છે
સુરત: દેશમાં આ દિવસોમાં કોરોના વેક્સિનેશન ખુબ ઝડપથી ચાલી રહ્યું છે. બધાની નજર વેક્સિનેશનના આંકડા પર છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, પ્રથમ ડોઝ 18 વર્ષથી ઉપરના 75 ટકા લોકોને લાગી ચૂક્યો છે. આવી જ રીતે બીજો ડોઝ પણ 30 ટકાથી વધારે લોકોને લાગી ચૂક્યો છે. કુલ મળીને 97 કરોડ ડોઝ લગાવી દેવામાં આવ્યા છે. આગામી ત્રણ- ચાર દિવસની અંદર ભારત સો કરોડનો ઐતિહાસિક આંકડો પાર કરશે.
વિશેષ કમિટીમાં એનાલિસિસ શરૂ: મનસુખ માંડવિયા