- મનિષ સિસોધિયા ગુજરાતના પ્રવાસે
- સુરત પહોંચ્યા મનિષ સિસોદિયા
- 2022ની ચૂંટણીને લઈને કરશે ચર્ચા
સુરત: દિલ્હીના ઉપમુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટીના નેતા મનિષ સિસોદિયા સુરત પહોંચ્યા છે. આ દરમિયાન મનિષ સિસોદિયાએ કહ્યું છે કે, ગુજરાતની હવા બદલાઈ રહી છે. આજે કાર્યકર્તાઓ સાથે બેઠક થશે અને આગળની રાજનીતિ પર ચર્ચા થશે.
પાર્ટીદારો સાથે બેઠક
કહેવમાં આવી રહ્યું છે કે મનિષ સિસોદિયા અહીં કેટલાક પાટીદાર વેપારીઓ સાથે વાતચીત કરી શકે છે.મનિષ સિસોદિયા 3 દિવસ પહેલા જ ગુજરાતના પ્રવાસે આવવાના હતા અને તેની જાણકારી તેમણે ટ્વીટરના માધ્યમથી આપી હતી પણ અચાનક તેમની તબીયત બગડતા પ્રવાસ રદ કરવામાં આવ્યા હતો.
મનિષ સિસોદિયા પહોંચ્યા સુરત, 2022ની ચૂંટણીને લઈને કરશે ચર્ચા` આ પણ વાંચો: ઈસુદાનની AAPમાં એન્ટ્રીથી શું હાલારમાં રાજકીય સમીકરણો બદલાશે ?
2022ની તૈયારીઓ
ગુજરાતમાં 2022માં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે જેને લઈને તમામ પાર્ટીઓ કમર કસી રહી છે. આમ આદમી પાર્ટી પણ તૈયારીઓમાં લાગી ગઈ છે. કેટલાક દિવસ પહેલા આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ પણ ગુજરાતના પ્રવાસે આવ્યા હતા ત્યારે અનેક લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. ગુજરાતી પત્રકારાત્વનું મોટુ નામ એવા ઈસુદાન ગઢવી પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.
દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સુસોદિયા સુરતના પ્રવાસે આ પણ વાંચો: સુરત ભાજપમાં ભડકો: 300થી વધુ કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા