ગુજરાત

gujarat

ETV Bharat / city

Mango trees destroy in olpad : ખેડૂતે જતન કરી ઉછેરલા આંબાવાડિયાના 75 ઝાડ રાતોરાત કોઇએ વાઢી નાંખ્યા - દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજ

ઓલપાડના ગોલા ગામના ખેડૂતને માથે ભારે વીતી હતી. તેમના આંબાવાડિયામાં ઉછરી ગયેલી 75 આંબા કલમો કોઇએ તોડી નાંખી (Mango trees destroy in olpad ) છે. વાંચો વિગતવાર અહેવાલ.

Mango trees destroy in olpad : ખેડૂતે જતન કરી ઉછેરલા આંબાવાડિયાના 75 ઝાડ રાતોરાત કોઇએ વાઢી નાંખ્યા
Mango trees destroy in olpad : ખેડૂતે જતન કરી ઉછેરલા આંબાવાડિયાના 75 ઝાડ રાતોરાત કોઇએ વાઢી નાંખ્યા

By

Published : Feb 24, 2022, 1:21 PM IST

સુરત:ઓલપાડ તાલુકાના ગોલા ગામે કોઈ ત્રાહિત વ્યક્તિએ ખેડૂતોના પાકને નુકશાન પહોચાડ્યું હતું,ખેડૂતના 75 જેટલા આંબાની કલમો કાપી (Mango trees damaged in olpad )નાખી હતી. જયારે બીજા એક ખેડૂતની 1 વીઘા જમીનમાં ઉછરી રહેલી દુધીની વેલો પણ તોડી મોટું આર્થિક નુકશાન પહોચાડ્યું હતું.

ખેડૂતોને નુકશાન થયું છે તેનું સરકાર વળતર ચૂકવે એવી હવે ખેડૂતો સમાજે માગ કરી

ચાર વર્ષની મહેનત પર ફેરવ્યું પાણી

ઓલપાડ તાલુકાના ગોલા ગામે બ્લોક નંબર 188માં હર્ષદભાઈ પટેલની સહિયારી જમીન આવેલી છે. જ્યાં હર્ષદભાઈએ 2018માં 112 આંબાની કલમો રોપી હતી.જેની દેખરેખ તેમજ માવજત કરવામાં આવતી હતી. ગતરોજ સવારે હર્ષદભાઈ પર જાણે આભ ફાટી પડ્યું કેમ કે હર્ષદભાઈ પોતાના ખેતરે ગયાં ત્યાંની પરિસ્થતિ જોઈ પગ તળેથી જમીન ખસી ગઇ હતી. છેલ્લા ચાર વર્ષથી રાતદિવસ એક કરી તાપતડકો વેઠી જે આંબાની માવજત કરી હતી અને હવે પાક લેવાની તૈયારી હતી ત્યારે કોઈ ત્રાહિત વ્યક્તિએ 112 પેકીના 75 જેટલા આંબાના થડ કાપી આંબાની કલમનો કચ્ચરઘાણ (Mango trees destroy in olpad ) વળી દીધો હતો. ખેતરની પરિસ્થિતિ જોયા બાદ બાદ ખેડૂતની હાલત દયનીય થઇ ગઈ હતી. હાલ ખેડૂતે સમગ્ર મામલે ઓલપાડ પોલીસ તેમજ વનવિભાગમાં લેખિત ફરિયાદ આપી છે તેમજ સરકાર પાસે વળતરની માગ પણ કરી છે.

આ પણ વાંચોઃ ગીર પંથકના કેસર કેરી પકવતા ખેડૂતો બન્યા ચિંતાતુર, કેરીના ખરણનું પ્રમાણ વધ્યું

દૂધીના વેલા તોડી જમીન પર નાખી દીધાં

વાત માત્ર હર્ષદભાઈના ખેતરની નથી, તેમના ખેતર નજીક જ આવેલા ગોળા ગામના ખેડૂત ગિરીશભાઈ પટેલના ખેતરમાં પણ આજ ત્રાહિત વ્યક્તિએ ખૂબ જ નુકશાન કર્યું હતું. ગિરીશભાઈએ 1 વીઘામાં દુધીનો માંડવો ઉભો કર્યો અને હવે તેમાં પણ પાક આવવાની તૈયારી હતી. ત્યારે આ ત્રાહિત વ્યક્તિઓએ આખા માંડવા પર લાગેલા તમામ દુધીના વેલાને તોડીને જમીન પર (Mango trees destroy in olpad ) ફેકી દીધા હતાં તેમ જ પાણી પીવડાવવા માટે લગાવવામાં આવેલા વોટર પમ્પના પાઈપના પણ ટુકડા કરી નાખ્યાં હતાં. ત્યારે હવે ખેડૂતો આ ત્રાહિત વ્યક્તિને જેમ બને એમ પોલીસ પકડીને સજા કરે એવી માગ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ સરકાર ગીરના ખેડૂતોને આંબા સાચવવા રૂપિયા આપે: હર્ષદ રિબડીયા

રખેવાળ રાખવાની પ્રથા ફરી કરવી પડે એવી સ્થિતિ

પહેલા લોકો પોતાની માલ મિલકત કે ઝરઝવેરાત બચાવવા માટે ઉજાગરા કરતાં કે રખેવાળ રાખતાં હતાં. પરંતુ હવે ઓલપાડના ગોલા ગામે જે ઘટના (Mango trees destroy in olpad )બની છે તે જોતાં હવે ખેડૂતોએ પોતાના ખેતી પાકની રક્ષા માટે રખેવાળ રાખવો પડે એવી પરિસ્થિતિની નિર્માણ થયું છે. ત્યારે ખેડૂતોને થયેલા નુકશાનને લઇ હવે દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજ (South Gujarat Farmers Society) આગળ આવ્યું છે અને ખેડૂતોને નુકશાન થયું છે તેનું સરકાર વળતર ચૂકવે એવી હવે ખેડૂતો સમાજે માગ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details