ગુજરાત

gujarat

ETV Bharat / city

રામ મંદિરઃ સુરત VHP દ્વારા વરાછાના માનગઢ ચોકને દુલ્હનની જેમ શણગારાયો - Ram Mandir News

અયોધ્યામાં 5 ઓગસ્ટના રોજ રામમંદિરનો શિલાન્યાસ થવા જઈ રહ્યો છે જેની તૈયારીના ભાગરૂપે અયોધ્યાને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે પરંતુ, રામ મંદિરની ઉજવણી માત્ર અયોધ્યામાં જ નહિં સુરતમાં પણ જોવા મળી હતી. સુરતના વરાછા વિસ્તારમાં આવેલા માનગઢ ચોકને પણ દુલ્હનની જેમ શણગારવામાં આવ્યો છે અને ૫ ઓગસ્ટના રોજ અહીં ફટાકડા ફોડવા તેમજ પ્રસાદ વિતરણનો કાર્યક્રમ યોજાશે.

ram-temple
સુરત VHP

By

Published : Aug 4, 2020, 6:25 PM IST

સુરતઃ વિશ્વ હિંદુ પરિષદ દ્વારા સુરતના અલગ અલગ 27 જગ્યાએ ફટકડા ફોડવાનો કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે તેમજ વરાછાના માનગઢ ચોકને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. બુધવારે ફટાકડા ફોડવાનો તેમજ લોકોને પ્રસાદ વિતરણનો કાર્યક્રમ પણ યોજાશે સાથે જ લોકોને કોરોનાની મહામારીને લઈને અહીં એકઠા ન થવા અપીલ કરવામાં આવી છે અને ઘરમાં જ સાંજે 7:30 કલાકે દીવો પ્રગટાવે અને લાપસી બનાવી ઉજવણી કરવામાં આવે.

સુરત VHP

ABOUT THE AUTHOR

...view details