ગુજરાત

gujarat

ETV Bharat / city

કોંગ્રેસના ધારાસભ્યને પક્ષ દ્વારા મહત્વની જવાબદારી આવી સોંપવામાં - Congress Preparation elections in Gujarat

સુરત જિલ્લાના એકમાત્ર કોંગ્રેસના ધારાસભ્યને (Congress MLA Anand Chaudhari) પક્ષ દ્વારા મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. માંડવીના MLA આનંદ ચૌધરીને આદિવાસી કોંગ્રેસના રાષ્ટ્રીય સંયોજક બનાવવામાં આવ્યા છે. (Anand Chaudhari National Adivasi Coordinator)

કોંગ્રેસના ધારાસભ્યને પક્ષ દ્વારા મહત્વની જવાબદારી આવી સોંપવામાં
કોંગ્રેસના ધારાસભ્યને પક્ષ દ્વારા મહત્વની જવાબદારી આવી સોંપવામાં

By

Published : Sep 26, 2022, 12:20 PM IST

સુરતગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Election 2022) બસ હવે ગણતરીના મહિનો બાકી છે, ત્યારે કોંગ્રેસ દ્વારા પોતાનું સંગઠન વધુ મજબૂત થાય તે દિશામાં કામ કરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસ દ્વારા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી રહી છે, ત્યારે સુરત જિલ્લાના એકમાત્ર કોંગ્રેસના ધારાસભ્યને કોંગ્રેસ પક્ષ દ્વારા મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. માંડવીના ધારાસભ્ય આનંદ ચૌધરીને કોંગ્રેસ દ્વારા આદિવાસી કોંગ્રેસના રાષ્ટ્રીય સંયોજક બનાવવામાં આવ્યા છે. (Anand Chaudhari National Adivasi Coordinator)

ધારાસભ્ય આનંદ ચૌધરીને કોંગ્રેસના રાષ્ટ્રીય સંયોજક બનાવવામાં આવ્યા

બહોળી સંખ્યામાં આદિવાસી સમાજ ઉલ્લેખનિય છે કે દક્ષિણ ગુજરાતમાં બહોળી સંખ્યામાં આદિવાસી સમાજ વસવાટ કરે છે. તેમજ વિધાનસભા ચૂંટણી પહેલાં માંડવીના ધારાસભ્ય આનંદ ચૌધરીને કોંગ્રેસ (Mandvi MLA Anand Chaudhari) દ્વારા મહત્વની જવાબદારી સોંપી દક્ષિણ ગુજરાતના આદિવાસી મતદારોને પોતાની તરફ ખેંચવા નિર્ણય (Tribal voters of South Gujarat) લીધો હોય તેવું અનુમાન છે. તેમજ કોંગ્રેસના મનીષ દોશી, જગદીશ ઠાકોર સહિતના પ્રદેશના નેતાઓ દ્વારા આ અવસરે અભિનંદન પાઠવ્યા હતા.

આનંદ ચૌધરીને મેદાન ઉતારશે:સૂત્ર2017ની વિધાનસભાની ચૂંટણીમાં સુરત જિલ્લામાં માત્ર કોંગ્રેસને એક જ બેઠક પર જીત થઈ હતી અને બાકીની બેઠકો પર કારમો પરાજય થયો હતો, ત્યારે સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ કોંગ્રેસ દ્વારા લગભગ ધારાસભ્ય આનંદ ચૌધરીને રીપીટ કરવાનું નક્કી કરી લીધું છે. કારણ કે કોંગ્રેસ હાલ કોઈપણ રિસ્ક લેવા માગતી નથી અને પોતાના સેફ ઉમેદવારને ઉતારી બેઠક જાળવી રાખવાનું વિચારી રહી છે. તેમજ ઓક્ટોબર મહિનાના પહેલા અઠવાડિયામાં કોંગ્રેસ ધારાસભ્ય આનંદ ચૌધરીના નામની જાહેરાત કરશે તેવું પણ સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. (Congress Preparation elections in Gujarat)

ABOUT THE AUTHOR

...view details