- મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ સુરતની મુલાકાતે
- શિવરાજસિંહ ચૌહાણે મમતા બેનરજી પર કર્યા આકરા પ્રહારો
- મમતા બેનરજી હારી રહ્યા છેઃ શિવરાજસિંહ ચૌહાણ
સુરતઃ મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ આજે ગુરુવારે સુરતની મુલાકાતે આવ્યાં હતા. જ્યા શિવરાજ સિંહ ચૌહાણે મમતા બેનર્જી પર આકરા પ્રહારો કર્યા હતા. તેઓએ કહ્યું હતું કે, જનતા નારા લગાવી રહી છે કે, દો મઈ દીદી ગઈ, દીદી કા ખેલ ખતમ હોબે. હિંસાની રમત હવે બંગાળમાં નહીં ચાલે. ટોળા બાજીની રમત પણ હવે નહીં ચાલે, કમિશનની રમત પણ નહીં ચાલે, અત્યાચાર અને અન્યાયની રમત નહીં ચાલે. TMCનો અર્થ છે ટેરર, મર્ડર અને કરપશન, ત્યારે આ ખેલ હવે નહીં ચાલે. તેમજ મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું કે, ક્યારે આપે કોઈ મુખ્યપ્રધાનને જોયા છે જે પોતાના વિધાનસભા બેઠકમાં પ્રચાર માટે ફરી રહ્યા હોય. પોલીંગ બૂથ ઉપર જઈને બેસી રહ્યા હોય એનો અર્થ સાફ છે બંગાળના લોકોએ TMS અને મમતા દીદીને હટાવવાનું મન બનાવી લીધું છે.
આ પણ વાંચોઃ પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણી માટે મતદાન શરૂ
નંદીગ્રામમાં જ મમતા બેનરજી હારી રહ્યા છેઃ શિવરાજસિંહ ચૌહાણ
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, નંદીગ્રામમાં જ મમતા દીદી હારી રહી છે. જે રીતની ભાષાનો તેઓ ઉપયોગ કરી રહ્યા છે, તેનાથી શરમ આવે છે કે, તેઓ એક રાજ્યના મુખ્યપ્રધાન છે. આ પ્રકારના શબ્દો તેઓ બોલી રહ્યા તે કારણે જ લાગે છે કે, તેઓએ માનસિક સંતુલન ગુમાવી દીધું છે. તેમનો પરાજય નિશ્ચિત છે.